BSNLના ₹198 વાળા પ્લાને આપી Jio અને એરટેલને 'માત', 54 દિવસ સુધી દરરોજ 2GB ડેટા
એરટેલના 175 રૂપિયા વાળા ડેટા-ઓનલી પ્લાનમાં પ્રીપેટ યૂઝરને માત્ર 6 જીબી ટેલા મળે છે. તો રિલાયન્સ જીયોનો 251 રૂપિયાનો ડેટા રિચાર્જ પ્લાન છે, જેમાં યૂઝરોને 51 દિવસ સુધી દરરોજ 2 જીબી ડેટા મળે છે.
Trending Photos
નવી દિલ્હીઃ સરકારી ટેલિકોમ કંપની BSNL પોતાના 198 રૂપિયા વાળા પ્રીપેટ ડેટા STV (સ્પેશિયલ ટેરિફ વાઉચર)થી રિલાયન્સ જીયો, ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયા જેવી ખાનગી ટેલિકોમ કંપનીઓને માત આપવામાં સફળ રહી છે. BSNLના 198 રૂપિયા વાળા ડેટા-ઓનલી સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV)મા હવે ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા મળશે. આ સ્પેશિયલ ટેરિફ વાઉસરની વેલિડિટી 54 દિવસ છે. ટેલિકોમટોકના રિપોર્ટ પ્રમાણે, ગ્રાહકોને આ પ્લાનમાં 108 જીબી ડેટા મળશે.
જીયોના 251 રૂપિયાના પ્લાનમાં 51 દિવસ સુધી દરરોજ 2જીબી ડેટા
તો એરટેલના 175 રૂપિયા વાળા ડેટા-ઓનલી પ્લાનમાં પ્રીપેટ યૂઝરને માત્ર 6 જીબી ટેલા મળે છે. તો રિલાયન્સ જીયોનો 251 રૂપિયાનો ડેટા રિચાર્જ પ્લાન છે, જેમાં યૂઝરોને 51 દિવસ સુધી દરરોજ 2 જીબી ડેટા મળે છે. વોડાફોન આઈડિયાનો પણ 175 રૂપિયાનો ડેટા રિચાર્જ પ્લાન છે, જેમાં 28 દિવસ માટે 6 જીબી ડેટા બેનિફિટ યૂઝરોને મળે છે. BSNLનો આ પ્લાન ખાસ કરીને તે યૂઝરો માટે ઉપયોગી છે, જે 200 રૂપિયાથી ઓછાનો ડેટા ઈચ્છે છે.
47 રૂપિયાના પ્લાનમાં પણ મળશે 1GB ડેટા
અલગ-અલગ સર્કલ્સમાં બીએસએનએલના 198 રૂપિયાના સ્પેશિયલ ટેરિફ વાઉચરની કિંમતમાં થોડુ અંતર હોઈ શકે છે. બીએસએનએલે વધુ એક પ્લાનને રિવાઇઝ કર્યો છે. આ બીએસએનએલનો 47 રૂપિયા વાળો STV (સ્પેશિયલ ટેરિફ વાઉચર) છે. આ સ્પેશિયલ ટેરિફ વાઉચરમાં પહેલા મુંબઈ અને દિલ્હી સર્કલને છોડીને બાકી તમામ સર્કલમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગનો ફાયદો મળતો હતો. આ પ્લાનની વેલિડિટી 11 દિવસ હતી. બીએસએનએલે પોતાના યૂઝરો માટે આ પ્લાનને વધુ આકર્ષક બનાવ્યો છે. આ પ્લેનમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગની સાથે 1 જીબી ડેટા પણ મળશે. પરંતુ આ પ્લાનની વેલિડિટી બે દિવસ ઘટાડવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે