ટ્રાયલ રૂમ અથવા હોટલના રૂમમાં હિડન કેમેરો તો નથી ને! આ App ની મદદથી જાણો
Trending Photos
મોટાભાગે મોલ અને ટ્રાયલ રૂમમાં અથવા કોઇ હોટલના રૂમમાં એ ડર સતાવે છે કે કોઇ હિડન કેમેરો તો નથી, તો તમને અંતરંગ પળોને કેદ કરી લો. હવે ઘણી એવી એપ જે તમને આ ડરને ઓછો કરવામાં મદદ કરી શકે છે. એવી જ એક App છે Hidden Camera Detector. આ એપ Google Play store અને App Store પર ઉપલબ્ધ છે અને iOS તથા Android બંનેને સપોર્ટ કરે છે. Google Play store પર આપવામાં આવેલી જાણકારી અનુસાર આ એપ તે ફોનમાં કામ કરે છે, જેમાં મેગ્નેટિક સેંસર હોય છે.
એપનો ઉપયોગ કરવા માટે પોતાના ફોનને તે ડિવાઈસની નજીક લઇ જાવ જેના પર તમને શંકા હોય. જેમ કે શાવર, ફ્લાવર પોટ, ચેંજિંગ રૂમનો મિરર. આ એપ તે ડિવાઇસની આસપાસ મેગ્નેટિક એક્ટિવિટીનું વિશ્લેષણ કરીને શોધી કાઢશે કે શું આ એક્ટિવિટી કોઇ કેમેરાથી મળે છે અને જો આમ થયું તો બીપનો અવાજ આવવા લાગશે. ત્યારબાદ તમે તે ડિવાઇસની ઉંડાણપૂર્વક પડતાલ કરી શકો છો.
ક્યારેક ક્યારેક એવું થાય છે કે આ એપ તે જગ્યાઓ પર પણ બીપ કરે, જ્યાં કેમેરો સંતાડેલો ન હોય. તેનું કંઇક ટેક્નિકલ કારણ છે. એટલા માટે જરૂરી છે કે જ્યાં એપ બીપ કરે, તે ડિવાઇસમાં સાવધાનીથી લેંસની તપાસ કરો. જો તમને લેંસ ન દેખાઇ તો તમે સુરક્ષિત છો. પરંતુ એવું ક્યારેય થતું નથી કે હિડન કેમેરો ન હોય, અને આ એપ બીપ ન કરે. એટલે કે જો કોઇ હિડન કેમેરો હોય, તો તેને તમે જરૂર પકડી લેશો.
ક્યાં ક્યાં સંતાડેલા હોય શકે છે હિડન કેમેરા
1. એર ફિલ્ટર
2. પુસ્તક
3. સ્મોક ડિટેક્ટર્સ
4. ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સ
5. સ્ટફ્ડ ટૈડી બિયર્સ
6. ડીવીડી કેસ
7. સોફાના કુશન, ટેબલ ટોપ અને તિજોરીઓ
8. દરવાજાના હોલ
9. રૂમની છત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે