પત્નીને બદનામ કરવા પતિએ સો. મીડિયામાં કર્યા અંગત પળોના ફોટા વાયરલ

પોલીસે ધરપકડ કરેલા આરોપીનું નામ કનુ મકવાણા ઉર્ફે બળદેવ મકવાણા છે. દામ્પત્ય જીવનમાં પત્નીને મન મેળ નહી થતા છુટાછેડા લીધા હતા. સાણંદના નિવાસી કનુના એપ્રિલ 2018માં અમદાવાદની યુવતી સાથે લગ્ન થયા હતા.

Ketan Panchal - | Updated: Jan 11, 2019, 11:50 PM IST
પત્નીને બદનામ કરવા પતિએ સો. મીડિયામાં કર્યા અંગત પળોના ફોટા વાયરલ

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદમાં યુવતીને બદનામ કરવા અને બદલો લેવા માટે પૂર્વ પતિએ સોશિયલ મીડિયા પર અંગત પળોના ફોટો વાયરલ કર્યા હતા. સાઇબર ક્રાઇમે પૂર્વ પતિની ધરપકડ કરીને ફેસબુકના ફેક આઇડી બ્લોક કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વધુમાં વાંચો: પરીક્ષા ખંડમાંથી કાઢી મુક્તા વિદ્યાર્થીએ ઘરે જઇ કરી આત્મહત્યા

પોલીસે ધરપકડ કરેલા આરોપીનું નામ કનુ મકવાણા ઉર્ફે બળદેવ મકવાણા છે. દામ્પત્ય જીવનમાં પત્નીને મન મેળ નહી થતા છુટાછેડા લીધા હતા. સાણંદના નિવાસી કનુના એપ્રિલ 2018માં અમદાવાદની યુવતી સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્નજીવનમાં મતભેદ થતા ઓક્ટોબરમાં છુટાછેડા લીઝા હતા. પત્નીએ છુટાછેડા લઇ લેતા કનું તેને પાઠ ભણાવવા માગતો હતો. જેને લઇ તેણે પત્ની સાથે વિતાવેલા અંગત પળોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા.

વધુમાં વાંચો: અમદાવાદ: વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દેવાતા વાલીઓએ મચાવ્યો હોબાળો

ધોરણ 12 સુધી ભણેલા કનુ મકવાણાએ ફેસબુક પર મીના વાઘેલા અને સોનુ મકવાણા નામથી બે ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. આ ફેક એકાઉન્ટમાં પત્ની સાથેના બિભસ્ત ફોટો ફેસબુક પર પોસ્ટ કરી દીધા હતા. જેની જાણ અમદાવાદની યુવતીને થતા તેણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે ટેકનીકલી એનાલીસીસ કરતા કનુ મકવાણાનો ભાંડો ફૂટી ગયો. કનુએ પૂર્વ પત્નીને બદનામ કરવા અને બદલો લેવા માટે ફોટા પોસ્ટ કરવાની સાથે સગાસંબંધીઓને પણ મોકલ્યા હતા.

વધુમાં વાંચો: અમદાવાદ: ગુમ થયેલા યુવાનની કરાઇ હત્યા, પરિવાર ન કરી શક્યો અંતિમ સંસ્કાર

આરોપી કનુ મકવાણા 2013થી 2015 સુધી દુબઇમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. જ્યારે હાલમાં સાણંદ ખાતે નેનો પ્લાંટમાં મશીન ઓપરેટર છે. પત્ની સાથે બદલો લેવાની ભાવનાએ કનુએ આ શરમજનક કૃત્ય કર્યું હતું. હાલમાં સાઇબર ક્રાઇમે કનુ મકવાણાની ધરપકડ કરીને તેનો મોબાઇલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...