હવે મુશ્કેલ બનશે Facebook, WhatsApp અને TikTok ઓપરેટ કરવું, આવી રહ્યો છે કાયદો

હવે તમારા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો થોડું કઠીન બની શકે છે. કેન્દ્ર સરકાર દેશમાં હાજર તમામ સોશિયલ મીડિયા, જેમ કે ફેસબુક (Facebook), વોટ્સઅપ (WhatsApp), ઇંસ્ટાગ્રામ (Instagram), ટ્વિટર (Twitter) અને ટિકટોક (TikTok) એકાઉન્ટ ખોલવાના નિયમોને સખત કરવા જઇ રહી છે.

Updated By: Jan 17, 2020, 04:34 PM IST
હવે મુશ્કેલ બનશે Facebook, WhatsApp અને TikTok ઓપરેટ કરવું, આવી રહ્યો છે કાયદો

નવી દિલ્હી: હવે તમારા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો થોડું કઠીન બની શકે છે. કેન્દ્ર સરકાર દેશમાં હાજર તમામ સોશિયલ મીડિયા, જેમ કે ફેસબુક (Facebook), વોટ્સઅપ (WhatsApp), ઇંસ્ટાગ્રામ (Instagram), ટ્વિટર (Twitter) અને ટિકટોક (TikTok) એકાઉન્ટ ખોલવાના નિયમોને સખત કરવા જઇ રહી છે. સરકારે નિર્ણય કર્યો છે કે હવે આઇડી વેરિફિકેશન (ID verification) ના કોઇ એકાઉન્ટ ચાલુ નહી થાય. આ બાબત કાનૂન બનાવવાની તૈયારીઓ તેજ થઇ ગઇ છે.

કેમ જરૂરી છે આઇડી વેરિફિકેશન?
આઇટી મંત્રાલય (IT Ministry) ના સૂત્રોનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં આ દિવસો ફેક ન્યૂઝ, અફવા, અસાંપ્રદાયિક સમાચારો અને મહિલાઓ પર અભદ્ર કોમેન્ટના કેસ વધી ગયા છે. મોટાભાગે અસમાજિક તત્વો ફેક એકાઉન્ટ બનાવીને સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. હવે આ મામલે લગાવવા માટે કાયદો લાવવાની તૈયારી છે. આ કાયદાનો ડ્રાફ તૈયાર થઇ ગયો છે. જલદી તેને કેબિનેટની મંજૂરી બાદ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. 

કેવી રીતે થશે આઇડી વેરિફિકેશન (ID verification)?
ડ્રાફ તૈયાર કરવા સાથે જોડાયેલા એક અધિકારીનું કહેવું છે કે હવે કોઇ પણ પ્રચલિત સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલતાં પહેલાં યૂઝર્સને પોતાના વિશે જાણકારીઓ ઉપલબ્ધ કરાવવી પડશે. તેમાં યૂઝરને પોતાનું ઇમેલ આઇડી ઉપરાંત ફોન નંબર પણ વેરિફાઇ કરાવવો ફરજિયાત બની શકે છે. સાથે જ ઇન્ટરનેટ કંપનીઓનું કહેવું છે કે યૂઝર્સના લોકેશનને પણ વેરિફાઇ કરવામાં આવી શકે છે. તેનાથી ફેક એકાઉન્ટ બનાવવાના મામલે ઘટાડો આવશે. સાથે જ અફવાઓ ફેલાવનારાઓની ધરપકડ સંભવ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube