આઇફોન 12 મિનીનો પ્રથમ લોટ આ તારીખ સુધી સ્ટોર્સ પર થશે ઉપલબ્ધ
iPhone 13 લાઇનઅપની ખાસિયત એ 120 હર્ટ્ઝ કેપેબલ પ્રોમોશન ડિસ્પ્લેથી સજ્જ્જ હશે. તેમાં વેરિએબલ રિફ્રેશ રેટ્સ હશે અને સાથે જ આ લો ટેમ્પરેચર પોલીક્રાઇસ્ટેલાઇન ઓક્સિડ (એલટીપીઓ) ડિસ્પ્લે ટેક્નોલોજીથી સજ્જ હશે.
Trending Photos
નવી દિલ્હી: એપ્પલ (Apple) આગામી વર્ષ આઇફોન 13 (iPhone 13) લાવવાની તૈયારીમાં છે. આ ફોન ઘણા પ્રકારે iPhone 12 ની માફક હશે પરંતુ ઘણા પ્રકારે ખાસ રહેશે. iPhone 13 લાઇનઅપની ખાસિયત એ 120 હર્ટ્ઝ કેપેબલ પ્રોમોશન ડિસ્પ્લેથી સજ્જ્જ હશે. તેમાં વેરિએબલ રિફ્રેશ રેટ્સ હશે અને સાથે જ આ લો ટેમ્પરેચર પોલીક્રાઇસ્ટેલાઇન ઓક્સિડ (એલટીપીઓ) ડિસ્પ્લે ટેક્નોલોજીથી સજ્જ હશે.
ડીએસસીસી ફાઉન્ડર અને ડિસ્પ્લે એનાલિસ્ટ રોય યંગના અનુસાર iPhone 13 પોતાના પહેલાં મોડલ આઇફોન 12 જેવા હશે. કારણ કે તેના માટે તો બીજી તરફ સાઇઝ નક્કી કરવામાં આવી છે.
આ દરમિયાન એપ્પલ પોતાના એપ્પલ આઇફોન 12 સીરીઝ હેઠળ 4 નવા ફોન્સને ઓક્ટોબરમાં લોન્ચ થશે. ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે આઇફોન 12નો પહેલો લોટ 5 ઓક્ટોબર સુધી પહોંચશે અને આ સ્ટોર્સ પર ઉપલબ્ધ થનાર પ્રથમ આઇફોન 12 આઇફોન મિની હશે, જેની ડિસ્પ્લે સાઇઝ 5.4ની છે.
Apple ના જાણકાર અને ટેક્નોલોજીના વિશેષક જોન પ્રોસેસનાઅનુસાર આ ખેપમાં 64 GB / 128 GB / 256 GB વેરિએન્ટના iPhone 12 મિની 5.4 અને 64 GB / 128 GB / 256 GB વાળા iPhone 12 6.1 ને સામેલ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે