લાખ રૂપિયાના મોબાઈલને પણ ટક્કર મારશે આ સસ્તો ફોન! ડિઝાઇન, બેટરી અને ફિચરમાં છે બધાનો બાપ

OPPO A1માં વધુ RAM,મોટી સ્ક્રીન, ધાંસુ કેમેરા અને તગડી બેટરી મળી રહી છે. આવો જાણીએ OPPO A1ની કિંમત અને ફીચર્સ...

લાખ રૂપિયાના મોબાઈલને પણ ટક્કર મારશે આ સસ્તો ફોન! ડિઝાઇન, બેટરી અને ફિચરમાં છે બધાનો બાપ

OPPOએ આ અઠવાડિયાની શરૂઆતમાં જ OPPO A1 5Gને ચીનમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. આ ફોન આજથી હોમ માર્કેટમાં ખરીદી માટે રજૂ કરવામાં આવ્યો છે. ફોનમાં વધુ રેમ, મોટી સ્ક્રીન, શાનદાર કેમેરા અને મજબૂત બેટરી ઉપલબ્ધ છે. આવો જાણીએ OPPO A1ની કિંમત અને ફીચર્સ...

Oppo A1ની કિંમત
OPPO A1ને સિંગલ કોન્ફિગરેશન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજની કિંમત 1999 યુઆન (લગભગ 23 હજાર રૂપિયા) છે. ફોનને ત્રણ રંગો ( બ્લેક, બ્લુ અને ઓરેન્જ)માં લોન્ચ કરવામાં આવ્યો છે. 

OPPO A1 સ્પેસિફિકેશન 
OPPO A1 1080 x 2400 પિક્સેલના ફૂલ HD+ રિઝોલ્યુશન અને 120 Hz રિફ્રેશ રેટ સાથે 6.72-ઇંચની IPS LCD ડિસ્પ્લે મેળવવા જઈ રહ્યું છે. કંપનીનો દાવો છે કે A1માં 91.4 ટકા સ્ક્રીન સ્પેસ છે. તે સાઇડ-ફેસિંગ ફિંગરપ્રિન્ટ સ્કેનરથી સજ્જ છે.

OPPO A1 કેમેરા
OPPO A1માં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં 50MP પ્રાથમિક કેમેરા, 2MP ડેપ્થ સેન્સર ઉપલબ્ધ છે. આ સિવાય એલઇડી ફ્લેશલાઇટ ઉપલબ્ધ છે. તેમાં 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી છે. કંપનીનો દાવો છે કે ફોન 30 મિનિટમાં 0 થી 70 ટકા સુધી ચાર્જ થઈ જશે. ફોન સ્નેપડ્રેગન 695 ચિપસેટ દ્વારા સંચાલિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news