Oppo આગામી મહિને લોન્ચ કરશે સ્માર્ટ ટીવી

સ્માર્ટફોન પછી હવે કંપનીઓનું સંપૂર્ણ ફોકસ સ્માર્ટ ટીવીના સેગમેંટ પર છે. શાઓમી, રિયલમીથી લઈને વનપ્લસ જેવી સ્માર્ટફોન કંપનીઓ પોતાના સ્માર્ટ ટીવી લોન્ચ કરી ચૂકી છે.

Oppo આગામી મહિને લોન્ચ કરશે સ્માર્ટ ટીવી

નવી દિલ્હી: સ્માર્ટફોન પછી હવે કંપનીઓનું સંપૂર્ણ ફોકસ સ્માર્ટ ટીવીના સેગમેંટ પર છે. શાઓમી, રિયલમીથી લઈને વનપ્લસ જેવી સ્માર્ટફોન કંપનીઓ પોતાના સ્માર્ટ ટીવી લોન્ચ કરી ચૂકી છે. આ વચ્ચે દિગ્ગજ કંપની ઓપ્પોએ પણ બજારમાં પોતાનું સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. 

તાજા રિપોર્ટ મુજબ, કંપનીએ સત્તાવાર રીતે સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ OPPO Developer Conference (ODC) 2020 દરમિયાન કહ્યું કે કંપનીનું પહેલું સ્માર્ટ ટીવી ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરવામાં આવશે. 

ચીનની ટેક્ટોનોલોજીથી સંકળાયેલી મેગેઝીન ગિઝ્મોચાઈનાની રિપોર્ટ અનુસાર, OPPO સ્માર્ટ ટીવી માર્કેટમાં ઉતારવાની છે. રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી કે કંપનીએ સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની જાણકારી આપી છે, એ મુજબ આ ટીવી ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ ઈવેન્ટ દરમિયમાન ચીન માટે ColorOS 11  અને OPPO Watch ECG Edition થી પડદો ઉઠાવ્યો છે. 

તમને જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં ઓપ્પોના વાઈસ પ્રેસિડેન્ટ લિઉ બોએ ખુલાસો કર્યો હતો કે કંપની જલ્દી જ ટીવી સેગમેંટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે અને આ ટીવીને વર્ષ 2020ની બીજા ક્વાર્ટરમાં લોન્ચ કરવામાં આવશે. તો બીજી તરફ જૂન મહિનામાં લગાવવામાં આવી રહેલા અનુમાન પર ઓપ્પોએ પોતે મોહર લગાવતાં ચીની માઇક્રો બ્લોગિંગ સાઇટ પર ટીઝર તસવીરો શેર કરી હતી. આ તસવીરમાં સ્માટ ટીવી આઉટલાઇન જોવા મળી રહી હતી. ત્યારે પુષ્ટિ થઇ હતી કે આગામી દિવસોમાં કંપની પોતાનું પહેલું ટીવી લોન્ચ કરી શકે છે. તો બીજી તરફ તેના લોન્ચની પુષ્ટિ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news