PUBG પ્રેમીઓ માટે ખરાબ સમાચાર! કંપનીએ કરી દીધી મોટી જાહેરાત


અત્યાર સુધી  PUBG Mobile અને PUBG Mobile Lite ને માત્ર ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવવામાં આવી હતી. પરંતુ હવે પબજી ખુદ આ ગેમને સર્વર લેવલ પર બંધ કરી રહી છે. 

PUBG પ્રેમીઓ માટે ખરાબ સમાચાર! કંપનીએ કરી દીધી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ પબજી  (PUBG) છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના દરેક યુવા માટે એક સૌથી શાનદાર વીડિયો ગેમ રહી છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પબજીને કારણે બાળકોને અભ્યાસમાં થઈ રહેલા નુકસાનથી માહિતગાર છે. આ વચ્ચે હવે એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. પબજી પોતાનો કારોબાર ભારતમાંથી સમેટી રહી છે. મહત્વનું છે કે ભારતમાં પબજી બેન થવા છતાં પહેલાથી ડાઉનલોડ ગેમમાં કોઈ અસર પડી નથી. યૂઝર્સ કોઈ મુશ્કેલી વગર ગેમને એક્સેસ કરી રહ્યાં છે. 

પબજીએ ખુદ કરી સત્તાવાર જાહેરાત
પબજીએ પોતાના સત્તાવાર ફેસબુક પેજથી જાહેરાત કરી છે કે 30 નવેમ્બરથી ભારતના પ્લેયર્સોને એક્સેસ મળવાનું બંધ થઈ જશે. એટલે કે પહેલાથી ડાઉનલોડ ગેમ પણ રમી શકાશે નહીં. જાહેરાત પ્રમાણે Tencent Games પબજી મોબાઇલ નોર્ડિક મેપઃ લિવિક અને પબજી મોબાઇલ લાઇટ બંન્નેના ભારતીય યૂઝરો માટે બધી સર્વિસ અને એક્સેસને સંપૂર્ણ રીતે બંધ કરી દેશે. 

Whatsapp ના નવા ફીચરને જાણી લો, નહીતર આપમેળે ગાયબ થઇ જશે મેસેજ

મહત્વનું છે કે ભારત-ચીન સરહદ વિવાદ બાદ કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા ચીની એપ્સને દેશમાં બેન કરી દીધી હતી. પબજી પણ આ કારણે ભારતમાં બેન થઈ છે. અત્યાર સુધી  PUBG Mobile અને PUBG Mobile Lite ને માત્ર ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવવામાં આવી હતી. પરંતુ હવે પબજી ખુદ આ ગેમને સર્વર લેવલ પર બંધ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news