કંપનીએ Jio યૂઝર્સને આપી ન્યૂ યરની આ ઓફર, મળશે 100 ટકા કેસબેક

આ ઓફરમાં જિયો યૂઝર્સને 28 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં રિચાર્જ કરવવાનું રહેશે. આ રિચાર્જ પર તેમને જિઓની ફેશન રિટેલ વેબસાઇટ AJIO પર ખરીદી માટે રિચાર્જ વેલ્યૂની સરખામણીનું ડિસ્કાઉન્ટ મળશે.

કંપનીએ Jio યૂઝર્સને આપી ન્યૂ યરની આ ઓફર, મળશે 100 ટકા કેસબેક

નવી દિલ્હી: નવા વર્ષ પર જિયો યૂઝર્સ માટે એક ધમાકેદાર રિચાર્જ ઓફર સામે આવી છે. આ ઓફરમાં કંપનીએ તેમના યૂઝર્સને 100 ટકા કેસબેક આપવાની જાહેરાત કરી છે. હવે નવા વર્ષ પર આ સમાચાર જિયો યૂઝર્સ માટે કોઈપણ સારા સમાચાર કરતાં ઓછું નથી. આ ઓફરમાં જિયો યૂઝર્સને 28 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં રિચાર્જ કરવવાનું રહેશે. આ રિચાર્જ પર તેમને જિઓની ફેશન રિટેલ વેબસાઇટ AJIO પર ખરીદી માટે રિચાર્જ વેલ્યૂની સરખામણીનું ડિસ્કાઉન્ટ મળશે.

100 ટકા કેસબેકની મળશે કૂપન
જો યૂઝર્સ આ ધમાકેદાર ઓફર અંતર્ગત 399 રૂપિયાનું રિચાર્જ કરાવે છે તો, તેમને 100 ટકા કેસબેકના રૂપમાં જિયોની ફેશન રિટેલ વેબસાઇટ AJIO માટે 399 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કૂપન મળશે. આ કૂપનના યૂઝર્સ AJIO પર ખરીદી કરતા સમયે તેનો ઉપયોગ કરી શકે છે. આ ઓફર માત્ર 399 રૂપિયાના રિચાર્જ પર જ મળે છે. જિયો યૂઝર્સને 28 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 399 રૂપિયાનું રિચાર્જ કરવવાનું રહેશે. AJIO પર ડિસ્કાઉન્ટ કૂપનનો લાભ લેવા માટે જિયો યૂઝર્સને ઓછામાં ઓછી 1 હાજર રૂપિયા સુધીની ખરીદી કરવાની રહેશે.

ઓફરનો લાભ લેવા કરો આ પદ્ધતિનો ઉપયોગ
જો તમે જિયો યૂઝર્સ છો, તો તમારે સૌથી પહેલા My Jio એપમાં જઇને તમારા નંબર પર 399 રૂપિયાનું રિચાર્જ કરવાનું રહેશે. ત્યારબાદ તમને 399 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કૂપન મળશે. તમે આ કૂપનને My Jio એપના My Coupon સેક્શનમાં જોઇ શકો છો. જ્યારે તમમે AJIO પર શોપિંગ કરો છો તે સમયે આ કૂપનનો ઉપયોગ કરી શકાય છે. જણાવી દઇએ કે AJIO રિલાયંસની જ ફેશન રિટેલ વેબસાઇટ છે. આ વર્ષ 2016માં લોન્ચ થઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news