Jioની 'મજબૂત યોજના', એરટેલ-વોડાફોનને લાગી શકે છે મોટો ઝટકો


રિલાયન્સ જીયો હવે ગૂગલની સાથે પાર્ટનરશિપમાં સસ્તા 4જી સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે. તે માટે કંપની કેટલાક હેન્ડસેટ મેકર્સ સાથે ડીલ કરી શકે છે. જીયોનો પ્રયાસ છે કે તે 35 કરોડ ફીચર ફોન યૂઝરને પોતાની સાથે જોડે. 
 

Jioની 'મજબૂત યોજના', એરટેલ-વોડાફોનને લાગી શકે છે મોટો ઝટકો

નવી દિલ્હીઃ 35 કરોડ ફીચર ફોન યૂઝરો માટે ટેલિકોમ કંપનીઓ વચ્ચે મોટી ટક્કર થવાની છે. રિલાયન્સ જીયો સબ્સિડી વાળા સિમ લોક્ડ સ્માર્ટફોન માટે ચાઇનીઝ હેન્ડસેટ મેકરની સાથે પોતાની ડીલ ફાઇનલ કરવાનું છે. રિલાયન્સ જીયોનો આ સ્માર્ટફોન 4જી ડેટા, વોઇસ અને ખુદની કોન્ટેન્ટ સર્વિસની સાથે આવશે. મામલાના જાણકાર લોકોએ જણાવ્યું કે, તેના માટે કંપનીએ ચીનની iTel બ્રાન્ડની સાથે ટાઇઅપ કરી લીધું છે અને તે હેઠળ 3-4 હજાર રૂપિયાની કિંમત વાળો સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે.

જીયો-ગૂગલ પાર્ટનરશિપ હેઠળ ડેવલોપ થશે ફોન
નવા સસ્તા સ્માર્ટફોનને જીયો-ગૂગલ પાર્ટનરશિપ હેઠળ ડેવલોપ કરવામાં આવશે. આ પાર્ટનરશિપથી જીયોનો ટાર્ગેટ છે કે તે 35 કરોડ ફીચર ફોન યૂઝરોને પોતાના નેટવર્ક સાથે જોડે. તેમાં મોટા ભાગના યૂઝર જીયોની વિરોધી કંપની એરટેલ અને વોડાફોનમાં છે. 

સસ્તા 4G સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં એરટેલ
એક રિપોર્ટ પ્રમાણે એરટેલ પણ કેટલાક હેન્ડસેટ મેકર્સની સાથે 2-2.5 હજાર રૂપિયાના સબ્સિડાઇઝ્ડ સિમ-લોક્ડ સ્માર્ટફોન વિશે વાતચીત કરી રહ્યું છે. એરટેલ આ સમયે દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. એરટેલના 28 કરોડ યૂઝર બેસમાંથી આશરે 10.8 કરોડ  2G/3G યૂઝર છે. વોડાફોન-આઇડિયાની જ્યાં સુધી વાત છે તો તેના  2G/3G યૂઝરોની સંખ્યા 13.8 કરોડ છે. ઇન્ડસ્ટ્રી એક્સપર્ટસ પ્રમાણે વોડાફોન એરટેલ અને જીયોથી પાછળ ન છૂટે તે માટે તેને પણ ભાગીદારીની જરૂર પડશે. 

આવી ગઇ Hyundai ની સૌથી ધાંસૂ SUV, આજે છે Tucson નું વર્લ્ડ પ્રીમિયર

જીયોનો  2G મુક્ત ભારત પ્રોજેક્ટનો ભાગ
એક ઈન્ડિયન બ્રાન્ડ એક્ઝિક્યુટિવે નામ ન જણાવવાની શરત પર કહ્યું, એક તરફ જ્યાં iTel સાથે ભાગીદારી થઈ ચુકી છે તો જીયો બીજી તરફથી સસ્તા 4G સ્માર્ટફોન માટે ઈન્ડિયન હેન્ડસેટ બ્રાન્ડસની સાથે ભાગીદારી કરવા ઈચ્છી રહ્યું છે. આ જીયોના 2જી મુક્ત ભારત પ્રોજેક્ટનો ભાગ છે. 

શરૂઆતમાં 1 કરોડ હેન્ડસેટનો ઓર્ડર
અન્ય એક માર્કેટ નિષ્ણાંતે કહ્યું કે, જીયોએ સસ્તા 4જી સ્માર્ટફોન માટે ઈન્ડિયન હેન્ડસેટ પ્લેયર્સ અને ગ્લોબલ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર્સ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. કંપની આ ડિવાઇઝને જીયો બ્રાન્ડ ટૂ ગૂગલની ભાગીદારીની સાથે લોન્ચ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, જીયોનું પ્લાનિંગ છે કે શરૂઆતમાં તે 1 કરોડ સ્માર્ટફોનનો ઓર્ડર આપે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news