Samsung Galaxy M41 આ મહિને ભારતમાં થઈ શકે છે લોન્ચ


સેમસંગ ગેલેક્સી એમ41માં ઓલેડ ડિસ્પ્લે પેનલ હોઈ શકે છે જે ચીનની ટીસીએલ કંપનીનું હશે. આ સિવાય સ્માર્ટફોનને આ મહિને ભારતમાં લોન્ચ કરવાની આશા છે. 
 

Samsung Galaxy M41 આ મહિને ભારતમાં થઈ શકે છે લોન્ચ

નવી દિલ્હીઃ સેમસંગે હાલમાં ભારતમાં પોતાના ગેલેક્સી એમ01, ગેલેક્સી એમ11, ગેલેક્સી 31 હેન્ડસેટ લોન્ચ કર્યા છે. આ સિવાય ગેલેક્સી એ21એસને 17 જૂને લોન્ચ કરવાના સમાચાર છે. હવે નવા રિપોર્ટસ પ્રમાણે દક્ષિણ કોરિયાઇ કંપની જૂનમાં જ  Galaxy M41 સ્માર્ટફોન પણ રજૂ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે  Galaxy M41માં ચીનની ટીસીએલ ચાઇના સ્ટાર ઓપટોઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજી  (CSOT) ફ્લેક્સિબલ ઓલેડ પેનલ હશે. 

ગેલેક્સી એમ41માં 6.67 ઇંચની ફ્લેક્સિબલ ઓલેડ ડિસ્પ્લે હોઈ શકે છે. હેન્ડસેટમાં 19:5:9 આસપેક્સ રેશિયોની સાથે  (1080 x 2340 પિક્સલ) રેજોલૂશન વાળી સ્ક્રીન હશે. તમને યાદ અપાવી દઈએ કે ગેલેક્સી એમ40ને 6.3 એલસીડી ડિસ્પ્લેની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. 

મહત્વનું છે કે શાઓમી પણ 10 સિરીઝ અને મોટોરોલા એઝ સિરીઝમાં પણ આ ફ્લેક્સિબલ ઓલેડ પેનલ જોઈ શકાય છે. આ સિવાય સેમસંગ ગેલેક્સી એમ41 માટે BOE ઓલેડ પેનલ પણ ટેસ્ટિંગ થઈ રહી છે. CSOT અને BOE દ્વારા સપ્લાઈ કરવામાં આવેલી એલસીડી પેનલનો ઉપયોગ આ પહેલા સેમસંગના બજેટ ફોનમાં કરવામાં આવ્યો છે. 

નવા અવતારમાં Nokia 5310 ડ્યૂલ સ્પીકર અને વાયરલેસ  FM સાથે લોન્ચ, જાણો કિંમત  

મહત્વનું છે કે સેમસંગ ચીની સપ્લાઇર દ્વારા લીધેલા ઓછી કિંમતની વિશ્વાસપાત્ર ઓલેડ પેનલનો ઉપયોગ કરી રહી છે. તેનાથી ભારત જેવા દેશોમાં ગેલેક્સી એમ41નો આક્રમક કિંમત પર લોન્ચ કરી શકાય છે. ગેલેક્સી એમ41 વિશે હજુ વધુ જાણકારી સામે આવી નથી અને આવનારા સપ્તાહમાં તેના વિશે વધુ જાણકારી આવવાની આશા છે. 

સેમસંગ ગેલેક્સી એમ41માં એક્સીનોસ 9630 પ્રોસેસ ર અને 6 જીબી રેમ હોઈ શકે છે. એવુ લાગે છે કે સેમસંગ એકવ ાર ફરી આ ફોનમાં ક્વોલકોમ સ્નૈપડ્રેગન પ્રોસેસરની જગ્યાએ ફરિથી એક્સીનોસ ચિપસેટ આપશે. ગેલેક્સી એમ41માં 64 મેગાપિક્સલ પ્રાઇમરી, 12 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ અને 5 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આવી શકે છે. હેન્ડસેટના વન યૂઆઈ 2.0 કસ્ટમ સ્કિનની સાથે એન્ડ્રોઇડ 10 ઓએસની સાથે લોન્ચ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news