LPG cylinder ના વધી રહેલા ભાવ સામે કોંગ્રેસ મહિલા મોર્ચાનો વિરોધ, ચુલા પર બનાવી રસોઈ
પેટ્રોલ-ડીઝલના ભાવ ઈતિહાસમાં પહેલીવાર આ સ્તરે પહોંચી ગયા છે. કેટલાક રાજ્યમાં તો ભાવ 100 રૂપિયાથી વધુ છે. તો હવે રાંધણ ગેસના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.
Trending Photos
રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારબાદ ગવે રાંધણ ગેસના ભાવમાં પણ સરકારે મોટો વધારો કર્યો છે. હાલમાં રાંધણ ગેસના સિલિન્ડરની કિંમત 700 રૂપિયા વધી ગઈ છે. સતત થઈ રહેલા ભાવ વધારાથી સામાન્ય જનતા પરેશાન છે. રાંધણ ગેસના ભાવ વધવાથી ગૃહિણીના બજેટ પર અસર પડી છે. હવે ઠેર-ઠેર ભાવ વધારા સામે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ધોરાજીના સુપેડી ગામે પણ કોંગ્રેસના મહિલા મોર્ચા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભાવ વધારાથી જનતા પરેશાન
પેટ્રોલ-ડીઝલના ભાવ ઈતિહાસમાં પહેલીવાર આ સ્તરે પહોંચી ગયા છે. કેટલાક રાજ્યમાં તો ભાવ 100 રૂપિયાથી વધુ છે. તો હવે રાંધણ ગેસના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. જેની અસર મધ્યમ વર્ગ પર પડી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામે રાંધણ ગેસના ભાવ વધારા સામે કોંગ્રેસના મહિલા મોર્ચા દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મહિલા મોર્ચાએ રસ્તા પર બેસી ચુલા પર રોટલા પકાવીને સરકારના ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો હતો.
મહિલાઓએ ચુલા પર બનાવી રસોઈ
સતત વધી રહેલા ભાવથી પરેશાન મહિલાઓએ આજે વિરોધ નોંધાવવા માટે ચુલાનો સહારો લીધો હતો. કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ રસ્તા પર ચુલો સળગાવ્યો અને તેના પર રોટલા બનાવ્યા હતા. રાંધણ ગેસના ભાવ વધતા મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આ ભાવ વધારો મુદ્દો બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે