Lockdown માં કેમ વધી ટાયરની માગ? જાણો કોરોના કાળમાં કઈ રીતે ટાયર ઉદ્યોગ ચાલ્યો ટોપ ગેયરમાં!
આપણા દેશમાં ટેક્નોલોજીમાં સતત અવનવું સંશોધન થઈ રહ્યું છે. તેથી અવનવા વાહનો પણ માર્કેટમાં આવી રહ્યા છે. પરંતુ એ વાહનોનો ચલાવવા સૌથી પ્રાથમિક વસ્તુ હોય છે ટાયર.ત્યારે ટાયર ઉદ્યોગને ધબકતું રાખવું ખુબ જ જરૂરી છે.
Trending Photos
નરેશ ધારાણી, અમદાવાદઃ આપણા દેશમાં ટેક્નોલોજીમાં સતત અવનવું સંશોધન થઈ રહ્યું છે. તેથી અવનવા વાહનો પણ માર્કેટમાં આવી રહ્યા છે. પરંતુ એ વાહનોનો ચલાવવા સૌથી પ્રાથમિક વસ્તુ હોય છે ટાયર.ત્યારે ટાયર ઉદ્યોગને ધબકતું રાખવું ખુબ જ જરૂરી છે. કોરોનાએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે.કોરોનાના લીધે દેશ લાબું લૉકડાઉન અને કડક નિયંત્રણનો સમય જોયો છે.જેમાં સામાન્ય જનજીવન સહિત વાહનોના પૈડા થંભી ગયા હતા.વાહનો બંધ હોય તો ટાયરનો વેચાણ પણ ન થાય એ વાત સ્વભાવીક છે.પરંતુ અહીં તો ઉલટું છે.કોરોના કાળમાં ટાયરની નિકાસ 5 વર્ષની ટોચ પર પહોંચી ગઈ છે.ત્યારે તેના કારણ પણ જાણવા ખુબ જરૂરી છે.
કોરોનાના કારણ તમામ ધંધાની કમર તૂટી ગઈ છે.વેપારીઓ આર્થિક સંકટમાં ધકેલાય છે. જ્યારે ઉદ્યોગ બંધ થવાના આરે આવીને ઉભા છે.જો કે કોરોનાના મારથી બચાવવા સરકાર પણ ઉદ્યોગોને પ્રત્સાહન આપવા રાહત પેકેજ જાહેર કર્યા છે.પરંતુ આ તમામથી ટાયર ઉદ્યોગમાં વિપરીત અસર જોવા મળી છે.કોરોના કાળમાં ટાયરની નિકાસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.
ટાયરની નિકાસ 5 વર્ષની ટોચ પર:
કોરોના કાળમાં ટાયર ઉદ્યોગમાં પ્રોત્સાહકતા જોવા મળી રહી છે. ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચર્સ એસોસિયેશનના મત મુજબ દેશમાં ટાયરની નિકાસ 2020-21માં મૂલ્યની રીતે 10 ટકા વધી છે.આ સમયગાળામાં 14,097 કરોડ રૂપિયાના ટાયરની નિકાસ થઈ છે.જે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે.
ટાયરની નિકાસમાં ઉછાળો:
વાણીજ્ય મંત્રાલયના આંકડા મુજબ કહ્યું 2020-21માં જથ્થાની દ્રષ્ટિએ ટાયરની નિકાસ 8 ટકા વધીને 3.64 કરોડ યુનિટ થયું છે.કોરોનાના કપરા કાળમાં ટાયરની નિકાસમાં ધરખમ વધારો નોંધાયો હતો.કોરોનાના લીધે 2020-21ના પ્રથમ ત્રિમમાસિક ગાળામાં ટાયરની નિકસામાં 23 ટકાનો ઘટાડો નોંધાયો હતો.પરંતુ ત્યારે બાદ સતત નિકાસમાં વધારો જોવા મળ્યો છે.
સરકાના પ્રયાસથી ટાયર ઉદ્યોગમાં તેજી:
કોરોનાના પડકાર જનક સમયમાં ટાયરની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.જે ઉદ્યોગ જગની ક્ષમતાને દર્શાવે છે.કોરોનાના કહેરથી ઉદ્યોગોને બચાવવા સરકારે પણ અનેક પ્રયાસ કર્યા છે.ત્યારે સરકારની પહેલથી જ ટાયર ઉદ્યોગને નિકાસમાં દુનિયા સામે પ્રતિસ્પર્ધી બનવામાં મદદ મળી છે.એટલું જ નહિ પણ 5 વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
170 દેશમાં ભારતના ટાયરની થાય છે નિકાસ:
ટાયર ઉદ્યોગમાં પણ દુનિયામાં ભારતની મહત્વપર્ણ ભૂમિકા રહેલી છે.ભારતમાં બનેલા ટાયરની 170 દેશમાં નિકાસ કરવામાં આવે છે.જેમાં અમેરિકા, જર્મની, ફ્રાંસ, ઈટલી અને યુકેમાં સૌથી વધુ ભારતના ટાયરની નિકાસ થાય છે.આ તમામ દેશમાં થઈ રહેલી ટાયરની નિકાસમાં ડબલ ડિજિટનો ઉછાળો આવ્યો છે.જે ભારતીય ટાયર ઉદ્યોગ માટે ખુશીની વાત છે.
ખોટ સહન કર્યા બાદ ટાયરની માર્કેટમાં આવી તેજી:
છેલ્લા બે વર્ષથી મંદી માર સાહન કરી રહેલી ઈન્ડિયન ટાયર ઈન્ડસ્ટ્રીની સ્થાનિક માગ 13થી 15 ટકા થઈ ચૂકી છે. જ્યારે ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર(OEM)માં 7થી 9 ટકા વધવાની શક્યતા છે.જ્યારે રિપ્લેસમેન્ટ માર્કેટમાં પણ નોંધપાત્ર ગ્રોથ જોવા મળશે. રેટિંગ એજન્સી ઈકરાના રિપોર્ટ મુજબ સ્થાનિક અને નિકાસ માગમાં વૃદ્ધિ થતાં છેલ્લા થોડા માસથી ટાયર ઈન્ડસ્ટ્રીની કેપેક્સ વધી છે.અને માગમાં થઈ રહેલ વધારાને ધ્યાનમાં રાખી 2021-22 અને 2024-25માં ટાયર ઈન્ડસ્ટ્રીનો મૂડી ખર્ચ રૂપિયા 20 હજાર કરોડથી વધવાની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે