WhatsApp પર ગર્લફ્રેન્ડે કરી દીધા છે Block? આજે જાણી લો આ 3 Steps, ખુદ થઈ જશો Unblock
WhatsApp Tricks 2024: ઘણીવાર એવી પરિસ્થિતિઓ આવે છે, જ્યાં મિત્ર કે પાર્ટનર તમને બ્લોક કરી દે છે. પછી વાતચીત થઈ શકતી નથી. પરંતુ અમે તમને વોટ્સએપ પર એવી બે ટ્રિક્સ જણાવી રહ્યાં છીએ જેની મદદથી તમે ખુદને અનબ્લોક કરી શકો છો.
Trending Photos
how to chat with unblocked WhatsApp number: આજે કરોડોની સંખ્યામાં લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. વાતચીત કરવાથી લઈને ઓફિસના કામો સુધી વોટ્સએપનો ઉપયોગ થાય છે. ઓફલાઈન મીટિંગ્સમાં પણ વોટ્સએપ કોલનો ઉપયોગ થવા લાગ્યો છે. ઘણીવાર એવી પરિસ્થિતિઓ આવે છે, જ્યાં મિત્રો કે પાર્ટનર તમને બ્લોક કરી દે છે. પછી કોઈ પ્રકારની વાતચીત થતી નથી અને સમજાતું નથી કે શું કરવામાં આવે. પરંતુ એક નહીં પરંતુ બે ટ્રિક્સ છે જેનાથી તમે ખુદને અનબ્લોક કરી શકો છો. આવો જાણીએ.
પહેલા ચેક કરો
સૌથી પહેલા નક્કી થઈ જાય કે સામેની વ્યક્તિએ તેમને બ્લોક કર્યો કે નહીં. સૌથી પહેલા મેસેજ સેન્ડ કરી જુઓ. જો તેમાં ડબલ ટિક આવી રહ્યું નથી અને સિંગલ ટિક આપી રહ્યું છે તો તમે સમજી જશો કે તમને બ્લોડ કરી દેવામાં આવ્યા છે. બની શકે કે સામેની વ્યક્તિનો ફોન બંધ હોય. તેવામાં તમે કોમન ફ્રેન્ડથી કન્ફર્મ કરાવી શકો છો. જો તમને બ્લોક કરવામાં આવ્યા છે તો તમે આ રીતે ખુદને અનબ્લોક કરી શકો છો.
આ Trick થી ખુદને કરો Unblock
સ્ટેપ 1: સૌથી પહેલા WhatsApp ના સેટિંગમાં જાઓ અને પછી એકાઉન્ટ ડિલીટ કરોનો ઓપ્શન પસંદ કરો. હા તમે બરાબર વાંચ્યું. હવે તમારા ફોનમાં એપને ફરી ઈન્સ્ટોલ કરો અને તમારૂ એકાઉન્ટ બીજીવાર બનાવો.
સ્ટેપ 2: એપને બીજીવાર ઈન્સ્ટોલ કર્યા બાદ તમે તે લોકોને મેસેજ કરી શકશો જેણે તમને બ્લોક કરી રાખ્યા છે.
સ્ટેપ 3: ધ્યાન આપો કે તમારૂ વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ થવા પર તમારા તમામ વોટ્સએપ ગ્રુપ હટી જશે. તેથી તમારે આ ગ્રુપમાં ફરી જોડાવું પડશે. જો ગ્રુપ જરૂરી નથી તો તમે તેને ઈગ્નોર કરી શકો છો.
એક અન્ય રીત પણ છે..
તમે તમારા કોઈ કોમન મિત્રને કહી શકો છો કે તે એક ગ્રુપ બનાવે જેમાં તમે અને તે વ્યક્તિ પણ સામેલ હોય જેણે તમને બ્લોક કર્યાં છે. આ રીતે તમે તે વ્યક્તિને ગ્રુપમાં મેસેજ મોકલી શકશો અને બની શકે કે તે તમને અનબ્લોક કરી દે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે