ભારતમાં થનારી ચૂંટણી અંગે FBના સીઈઓ માર્ક ઝુકરબર્ગે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

ડેટા લીક મામલે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે અમેરિકી સેનેટમાં માફી માંગી. તેમણે કહ્યું કે જે કઈ થયું તેના માટે ફક્ત તેઓ જ જવાબદાર છે.

ભારતમાં થનારી ચૂંટણી અંગે FBના સીઈઓ માર્ક ઝુકરબર્ગે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: ડેટા લીક મામલે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે અમેરિકી સેનેટમાં માફી માંગી. તેમણે કહ્યું કે જે કઈ થયું તેના માટે ફક્ત તેઓ જ જવાબદાર છે. માર્ક ઝુકરબર્ગે સેનેટને એ પણ ભરોસો અપાવ્યો કે તેઓ અને તેમની ટીમ આ અંગે કામ કરી રહ્યાં છે. ભારત અને અન્ય દેશોમાં થનારી ચૂંટણી બિલકુલ નિષ્પક્ષ રહે તે અંગે તેઓ ધ્યાન આપી રહ્યાં છે. ઝુકરબર્ગના જણાવ્યાં મુજબ તેમની કંપની દરેક શક્ય કોશિશ કરી રહી છે કે જે ભૂલ થઈ તે દોહરાવવામાં ન આવે. કેપિટલ હિલમાં સેનેટ સામે માર્ક ઝુકરબર્ગે કહ્યું કે 2018 એક ખુબ જ મહત્વનું વર્ષ છે. ભારત અને પાકિસ્તાન જેવા અનેક દેશોમાં ચૂંટણી થવાની છે. અમે દરેક શક્ય કોશિશ કરી રહ્યાં છીએ કે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે. તેના પર કામ ચાલી રહ્યું છે.

ફેસબુક પોતાની જવાબદારી નિભાવી શક્યું નહીં
દુનિયાની સૌથી લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સીઈઓ અને ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે કહ્યું કે ફેસબુક પોતાની જવાબદારી પૂરી રીતે નિભાવી શક્યું નહીં. તેમણે માફી માંગતા એ પણ સ્વીકાર્યું કે તેમના પ્લેટફોર્મનો ઉપયોગ ખોટી ખબરો અને ચૂંટણીને બગાડવા માટે કરવામાં આવ્યો.

મજબુત કરી રહ્યાં છીએ સિક્યોરિટી ફિચર્સ
માર્ક ઝુકરબર્ગે જણાવ્યું કે ભારતમાં આગામી ચૂંટણીઓને જોતા તેઓ આ સિક્યોરિટી ફિચર્સને વધુ મજબુત બનાવી રહ્યાં છે. ઝુકરબર્ગે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટૂલનો હવાલો આપતા કહ્યું કે તેને ફેસબુક પર લાવવામાં આવ્યો છે જેથી કરીને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરનારા અને ન્યૂઝને મેન્યુપુલેટ કર નારા ફેક એકાઉન્ટ્સની ઓળખ થઈ શકે. આવો ટૂલ પહેલીવીાર ફ્રાન્સની ચૂંટણીમાં વર્ષ 2017માં લાવવામાં આવ્યો હતો.

નકલી એકાઉન્ટની ઓળખ માટે એઆઈ ટૂલ
માર્ક ઝુકરબર્ગે કહ્યું કે નવા AI ટૂલને અમે 2016ની ચૂંટણી બાદ બનાવ્યું હતું. હું એવું માનું છું કે લગભગ 30 હજારથી વધુ ફેક એકાઉન્ટ્સ જે રશિયા સાથે જોડાયેલા હતાં તેઓ બરાબર અમેરિકામાં 2016માં થયેલી ચૂંટણીની જ જેમ રણનીતિ અપનવવા માંગતા હતાં. પરંતુ અમે તે બધાને ડિસેબલ કરીને ફ્રાન્સમાં મોટા પાયે થનારી આ પ્રકારની વસ્તુઓથી ફ્રાન્સને બચાવી લીધું. ઝુકરબર્ગે કહ્યું કે ગત વર્ષ 2017માં અલબામામાં વિશેષ ચૂંટણી દરમિયાન અમે કેટલાક નવા એઆઈ ટૂલ્સ નકલી એકાઉન્ટ અને ફેક ન્યૂઝની ઓળખ માટે લાવ્યાં. ત્યાર બાદ અમને જાણવા મળ્યું કે મોટી સંખ્યામાં મોસીડોનિયમ એકાઉન્ટ્સ બન્યા હતાં જે ખોટા ન્યૂઝ ફેલાવી રહ્યાં હતાં. આ એકાઉન્ટ્સને અમે સોશિયલ પ્લેટફોર્મથી હટાવી દીધા.

રશિયા પર મૂક્યો આરોપ
ઝુકરબર્ગે રશિયા પર આરોપ લગાવતા કહ્યું કે રશિયામાં જે લોકો છે તેમનું કામ અમારી સિસ્ટમ, બીજા ઈન્ટરનેટ સિસ્ટમ અને અન્ય સિસ્ટમમાં સંધ લગાવીને ફાયદો ઉઠાવવાનું છે. આવામાં આ એક હથિયારોની દોડ છે. જેને બનાવી રાખવા અને તેને વધુ સારી રાખવા માટે તેમાં રોકાણ કરવાની જરૂર છે. ઝુકરબર્ગે સ્વીકાર્યું કે મેં ફેસબુકના 8.70 કરોડ યૂઝર્સના ખાનગી ડેટાના દુરઉપયોગને રોકવા માટે યોગ્ય પગલાં લીધા નહીં, આ મારી જવાબદારી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news