બંધ થઇ જશે Apple નો iPhone X, ખરીદતાં પહેલાં વાંચો આ સમાચાર!
એપ્પલ આઇફોનના ખરીદદારો માટે ખરાબ સમાચાર છે. આઇફોન એક્સ 2018માં બંધ થઇ શકે છે. એવું અમે નહી પરંતુ એક એજન્સીએ દાવો કર્યો છે. જોકે એપ્પલે ગત વર્ષે લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ પોતાનો નવો હેંડસેટ આઇફોન X લોંચ કર્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: એપ્પલ આઇફોનના ખરીદદારો માટે ખરાબ સમાચાર છે. આઇફોન એક્સ 2018માં બંધ થઇ શકે છે. એવું અમે નહી પરંતુ એક એજન્સીએ દાવો કર્યો છે. જોકે એપ્પલે ગત વર્ષે લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ પોતાનો નવો હેંડસેટ આઇફોન X લોંચ કર્યો હતો. એપ્પલનો આ ફોન બેસ્ટ-સેલિંગ ન રહ્યો. કારણ કે એપ્પલે તેનો લિમિટેડ સ્ટોક જ બનાવ્યો. પ્રોડક્શનામં મોડું થવાના લીધે શરૂઆતમાં તેનું વેચાણ ધીમું રહ્યું. હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2018ના પ્રથમ ત્રિમાસિકમાં ફોનના 18 મિલિયન યૂનિટ્સ જ વેચશે.
આ છે મોટું કારણ
KGI સિક્યોરિટીના વિશ્લેષક Ming-Chi Kuo ના અનુસાર આઇફોન એક્સને નિરાશ કરનાર નંબરના લીધે એપ્પલ તેને બંધ કરી શકે છે. જોકે આઇફોન એક્સના ઓછા વેચાણનું સૌથી મોટું કારણ ચીન રહ્યું. ચીનના યૂજર્સને આઇફોન X ની ડિસ્પ્લે નાની લાગી. જોકે આઇફોન X માં 5.8 ઇંચની સ્ક્રીન છે, પરંતુ તેનો ઉપયોગ કરનાર એરિયા 5.5 થી ઓછો છે. જ્યારે જૂના આઇફોનમાં આ વધુ હતો. યૂજર્સને આઇફોનની સીરીઝ 10 ના મુકાબલે સીરીઝ 6 અને 7 વધુ સારી લાગી. એપ્પલને પણ આ સીરીઝનો સારો પ્રતિસાદ મળ્યો.
2018ના મધ્ય સુધી બંધ થઇ જશે iPhone X!
આઇફોન એક્સના ભવિષ્યને લઇને હજુ કશું નિશ્વિત નથી. સત્તાવાર રીતે તેની જાહેરાત થઇ નથી. પરંતુ Kuo ના અનુસાર આઇફોન એક્સને 2018ના મધ્ય સુધી બંધ કરી શકાય છે. જોકે ત્યાં સુધી આઇફોન એક્સ લગભગ 62 મિલિયન યૂનિટ્સનું વેચાણ કરશે. આ પહેલાં 80 મિલિયન યૂનિટ્સના વેચાણનું અનુમાન છે.
ભારતમાં પણ ન મળ્યો સારો પ્રતિસાદ
ભારતમાં પણ આઇફોન એક્સને સારો પ્રતિસાદ ન મળ્યો. તેની પાછળ ફોનની કિંમત રહી. લોકોનું માનવું છે કે આ મોંઘો હતો. ભારતમાં તેની શરૂઆતી કિંમત 89000 રૂપિયા છે. આશા છે કે આઇફોન એક્સથી ઇંસ્પાયર મોડલ્સ ઓછી કિંમતે લોંચ કરવામાં આવશે. ખાસકરીને 6.1 ઇંચનો આઇફોન SE લોંચ થવાની આશા છે. આ ગ્રાહકોને આકર્ષિત કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે