અમેરિકાના ટેક્સાસમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોત અને 21 ઘાયલ
અમેરિકાના ટેક્સાસમાં બે બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરતા પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 21 લોકો આ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા છે.
Trending Photos
અમેરિકાના ટેક્સાસમાં બે બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરતા પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 21 લોકો આ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પોલીસના જણાવ્યાં મુજબ શનિવારે બે બંદૂકધારીઓએ પહેલા એક ટ્રકને હાઈજેક કર્યો અને ત્યારબાદ ફાયરિંગ શરૂ કરી દીધુ.
સ્થાનિક પોલીસના જણાવ્યાં મુજબ ફાયરિંગની આ ઘટના મિડલેન્ડની પાસે ઓડેસા વિસ્તારમાં ઘટી. વારદાતને અંજામ આપનારા એક બંદૂકધારીને સિનર્જી મૂવી થિયેટર પાસે ખતમ કરી દેવાયા હોવાના અહેવાલ છે. તેની ઉંમર 30 વર્ષ હોવાનું કહેવાય છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે ઓગસ્ટ મહિનામાં પણ અમેરિકાના એક્સાસ અને ઓહિયોમાં બે અલગ અલગ ફાયરિંગની ઘટનામાં 29 લોકોના મોત થયા હતાં. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા હતાં. ફાયરિંગની આ બંને ઘટનાઓ 24 કલાકથી ઓછા સમયમાં થઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસ અને ઓહિયોમાં થયેલી ફાયરિંગની ઘટના અંગે તપાસના આદેશ આપ્યાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે