સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો, ડેમની સપાટી 134.72 મીટર

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે, ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે આજે ઉપરવાસમાંથી 97029 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમની સપાટી 134.72 મીટર છે

સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો, ડેમની સપાટી 134.72 મીટર

જયેશ દોશી, નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે, ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે આજે ઉપરવાસમાંથી 97029 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમની સપાટી 134.72 મીટર છે અને ડેમના 10 દરવાજા 1 મીટર ખુલ્લા રાખી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

દરવાજામાંથી 127172 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે કેવડિયાનો ગોરા બ્રીજ છેલ્લા 15 દિવસથી વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. ડેમમાં હાલ 4590 mcm લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે RBPHના 6 પાવર હાઉસ ચાલુ છે. જ્યારે CHPHના 2 પાવર હાઉસ ચાલુ છે. કરોડોનું વીજ ઉત્પાદન હાલ ચાલી રહ્યું છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news