taliban ની મદદ કરી રહ્યાં છે 20 સંગઠનોના 10,000થી વધુ વિદેશી આતંકી, UNSCમાં બોલ્યા અફઘાની રાજદૂત
અફઘાનિસ્તાન તરફથી યૂએનએસીમાં તે પણ કહેવામાં આવ્યું કે આ બર્બરતામાં તાલિબાન એકલું નથી. ઘણા વિદેશી લડાકૂ પણ તેની મદદ કરી રહ્યાં છે. પોતાની વાત રાખતા અફઘાની રાજદૂતે પાકિસ્તાનનું નામ લીધા વગર તેના પર હુલમો કર્યો છે.
Trending Photos
સંયુક્ત રાષ્ટ્રઃ અફઘાનિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું કે તાલિબાનના ક્રુર હુમલાને કારણે ત્યાં સ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે. યૂએનમાં અફઘાનિસ્તાનના રાજદૂત અને સ્થાયી પ્રતિનિધિ ગુલામ એમ ઇસાજેઈએ કહ્યુ કે, તાલિબાન અને તેની ક્રુર સેનાએ હાલના દિવસોમાં મહત્વના શહેરો પર ક્રુર હિંસક હુમલા કર્યા છે, જેની કારણે સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. અફઘાની રાજદૂતે કહ્યુ કે તાલિબાનનના ક્રુર હુમલા કર્યા છે, જેના કારણે મોતો, તબાહી અને અસ્થિરતા અફઘાનિસ્તાનમાં વધી ગઈ છે.
અફઘાનિસ્તાન તરફથી યૂએનએસીમાં તે પણ કહેવામાં આવ્યું કે આ બર્બરતામાં તાલિબાન એકલું નથી. ઘણા વિદેશી લડાકૂ પણ તેની મદદ કરી રહ્યાં છે. પોતાની વાત રાખતા અફઘાની રાજદૂતે પાકિસ્તાનનું નામ લીધા વગર તેના પર હુલમો કર્યો છે. અફઘાની રાજદૂતે કહ્યુ કે, આ લડાકૂ વિદેશોમાં ફેલાયેલા આતંકી નેટવર્કનો ભાગ છે. આજે તે એક સાથે મળી અફઘાનિસ્તાનની શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે ખતરો બની ચુક્યા છે. પાકિસ્તાનનું નામ લીધા વગર પ્રહાર કરતા રાજદૂતે કહ્યુ કે, મધ્ય એપ્રિલથી તાલિબાન અને તેના વિદેશી સહયોગીઓએ મળીને 31 ક્ષેત્રોમાં 5500 હુમલા કર્યા છે. તાલિબાનને 20 સંગઠનોના 10 હજારથી વધુ વિદેશી આતંકીઓ મદદ કરી રહ્યાં છે. તેમાં અલકાયદા, લશ્કર-એ-તૈયબા, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સહિત અન્ય આતંકી સંગઠન સામેલ છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં ઇસ્લામી અમીરાતની બહાલીનું સમર્થન નથી કરતું અને સાથે તેણે તાલિબાન દ્વારા સૈન્ય હુમલા તેજ કર્યા બાદ યુદ્ધગ્રસ્ત દેશમાં વધેલી હિંસા પર ઉંડી ચિંતા વ્યક્ત કરી. આ સમયે યૂએનએસીની આગેવાની ભારત કરી રહ્યું છે. પરિષદે અફઘાનિસ્તાનના હેરાતમાં સંયુક્ત રાષ્ટ્ર વિરુદ્ધ પાછલા સપ્તાહે હુમલાની આકરા શબ્દોમાં નિંદા પણ કરી હતી.
પરિષદના અધ્યક્ષ તથા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિ તરફથી અફઘાનિસ્તાનમાં વધતી હિંતા પર જારી એક અખબારી યાદીમાં 15 સભ્યોની સુરક્ષા પરિષદે પુષ્ટિ કરી કે સંઘર્ષનું કોઈ સમાધાન નથી અને જાહેરાત કરી કે તે ઇસ્લામી અમીરાતની બહાલીનું સમર્થન કરતું નથી. સુરક્ષા પરિષદના સભ્યોએ ઇસ્લામી ગણરાજ્ય અને તાલિબાન બંનેને એક શાંતિ પ્રક્રિયામાં સાર્થક રૂપથી સામેલ થવાનું આહ્વાન કર્યું જેથી રાજનીતિક સમાધાન અને યુદ્ધવિરામની દિશામાં તત્કાલ પ્રગતિ થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે