બિલ ગેટ્સ કામ દરમિયાન ગર્લફ્રેડને મળવા કેવી રીતે થઇ જતા હતા ગુમ, ખુલી ગયું રહસ્ય

બિલ ગેટ્સએ આમ તો માઇક્રોસોફ્ટની ઓફિસમાં પોતાની મર્સિડીઝમાં આવતા હતા, પરંતુ પછી ગોલ્ડન બ્રાઉન રંગની પોર્શ કાર ચલાવીને બહાર જતા હતા, જેથી લોકોને તેમના વિશે ખબર ન હોય અને આ પ્રકારે તે પોતાની કથિત ગર્લફ્રેંડને મળવા જતા હતા. 

Updated By: Jun 9, 2021, 11:19 PM IST
બિલ ગેટ્સ કામ દરમિયાન ગર્લફ્રેડને મળવા કેવી રીતે થઇ જતા હતા ગુમ, ખુલી ગયું રહસ્ય

સિલિકોન વૈલી: દુનિયાના સૌથી મોટા અમીરોમાંથી એક બિલ ગેટ 65 વર્ષના થઇ ગયા છે. થોડા અઠવાડિયા પહેલાં જ તેમની પત્ની મેલિંડા ગેટ્સ સાથે છુટાછેડાના સમાચાર સામે આવ્યા હતા. તેના પર જ ઓફિસના કર્મચારીની સાથે પણ સંબંધ હોવાના આરોપ લાગ્યા છે. પરંતુ હવે બિલ ગેટ્સએ આ મામલે મોટો ખુલાસો કર્યો છે. 

આ રીતે ઓફિસમાંથી નિકળતા હતા બિલ ગેટ્સ
બિલ ગેટ્સએ આમ તો માઇક્રોસોફ્ટની ઓફિસમાં પોતાની મર્સિડીઝમાં આવતા હતા, પરંતુ પછી ગોલ્ડન બ્રાઉન રંગની પોર્શ કાર ચલાવીને બહાર જતા હતા, જેથી લોકોને તેમના વિશે ખબર ન હોય અને આ પ્રકારે તે પોતાની કથિત ગર્લફ્રેંડને મળવા જતા હતા. 

'ક્યારેક આવા દેખાતા હતા 'તારક મહેતા...' ના એક્ટર્સ, દયાબેન લાગતા હતા ક્યૂટ

મેગેજીનમાં થયો મોટો ખુલાસો 
માઇક્રોસોફ્ટના સીઇઓ રહેલા ગેટ્સ વિશે વેનિટી ફેયર મેગેજીને સમાચાર છાપ્યા છે. તેમાં માઇક્રોસોફ્ટના જ એક કર્મચારીનો હવાલો આપતાં લખ્યું હતું કે તે પોતાની આસિસ્ટન્ટની મદદથી પોર્શ કારથી બહાર નિકળી જતા હતા. જેથી તેમની ગેરહાજરીના સમાચાર કોઇને ખબર ન પડે. તેમના આસિસ્ટન્ટ તેમની આ કરતૂતને છૂપાવીને રાખતા હતા. કર્મચારીએ પણ જણાવ્યું હતું કે તેમનો ઘણો સમય એવી મીટિંગ્સમાં પસાર કરતા હતા, જેમની ડાયરી પર કોઇ ઉલ્લેખ કર્યો નથી. 

લક્સરી કારોના શોખીન રહ્યા છે બિલ ગેટ્સ
બિલ ગેટ્સ લક્સરી બ્રાંડની કારોના શોખીન રહ્યા છે. તાજેતરમાં જ તેમને પોર્શ ટાયકન નામની ઇલેક્ટ્રિક કાર ખરીદી છે. તેમની પાસે 1979 પોર્શ 911 અને પોર્શ 959 સ્પોર્ટ્સ કાર પણ છે. 

વિરાટ સાથે કોરોન્ટાઇન સમય વિતાવી રહી છે અનુષ્કા, શેર કર્યો સુંદર વીડિયો

બીજા કર્મચારીએ કર્યું ખંડન
માઇક્રોસોફ્ટના પૂર્વ બોસ વિશે એક કર્મચારીએ પોર્શવાળી થિયરી જણાવી છે તો બીજા કર્મચારીએ આ થિયરીને નકારી કાઢી છે. તેને દાવો કર્યો કે બિલ ગેટ્સ પોતાના સ્માયને 5 મિનિટના બ્લોક્સમાં વહેંચીને રાખતા હતા અને કોઇપણ કામને 5 મિનિટથી વધુ સમય આપતા ન હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube