ચીનમાં હંટા વાયરસથી વ્યક્તિનું મોત, સોશિયલ મીડિયા પર મચ્યો હડકંપ

ચીનમાં હવે હંટા વાયરસ (hantavirus)થી મોતનો મામલો સામે આવ્યો છે. કામના સિલસિલામાં શાડોંગ પ્રાંત જઈ રહેલા યુવક એક બસમાં મૃત મળ્યો છે. આવો જાણીએ શું હોય છે હંતા વાયરસ અને કેમ હોય છે ખતરનાક?

ચીનમાં હંટા વાયરસથી વ્યક્તિનું મોત, સોશિયલ મીડિયા પર મચ્યો હડકંપ

પેઇચિંગઃ કોરોના વાયરસની સમસ્યાથી સંઘર્ષ કરી રહેલા ચીનના યુન્નાન પ્રાંતમાં એક વ્યક્તિનું સોમવારે હંટા વાયરસને કારણે મોત થયું છે. પીડિત વ્યક્તિ કામ કરવા માટે બસથી શાડોંગ પ્રાંત પરત ફરી રહ્યો હતો. તેનો હંટા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બસમાં સવાર 32 અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી છે. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે આ ઘટનાની જાણકારી આપ્યા બાદ સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઈ છે. 

મોટી સંખ્યામાં લોકો ટ્વીટ કરીને તે વાતનો ડર વ્યક્ત કરી રહ્યાં છે કે ક્યાંક કોરોના વાયરસની જેમ આ મહામારી ન બની જાય. લોકો કહી રહ્યાં છે કે જો ચીનના લોકોએ જાનવરોને જીવતા ખાવાનું બંધ નહીં કરે તો આવી ઘટના બનતી રહેશે. શિવમ લખે છે, 'ચીની લોકો હવે વધુ એક મહામારીની પરિયોજના પર કામ કરી રહ્યાં છે. આ હંટા વાયરસ ઉંદર ખાવાથી થાય છે.' સોશિયલ મીડિયા પર જારી ચર્ચા વચ્ચે આવો જાણીએ શું હોય છે હંટા વાયરસ અને શું તે કોરોના વાયરસની જેમ ઘાતક છે?

NBT

જાણો, શું હોય છે હંટા વાયરસ
નિષ્ણાંતોનું માનવું છે કે, કોરોના વાયરસની જેમ આ હંટા વાયરસ ઘાતક નથી. કોરોનાથી વિપરીત આ હવા માર્ગે ફેલાતો નથી. આ ઉંદર કે ખિસકોલીના સંપર્કમાં વ્યક્તિના આવવાથી ફેલાઇ છે. સેન્ટર ફોર ડિજિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન પ્રમાણે, 'ઉંદરને ઘરની અંદર બહાર કરવાથી હંટા વાયરસના સંક્રમણનો ખતરો રહે છે. ત્યાં સુધી કે જો કોઈ સ્વસ્થ વ્યક્તિ પણ છે અને હંટા વાયરસના સંપર્કમાં આવે છે તો તેના સંક્રમિત હોવાનો ખતરો રહે છે.'

પરંતુ હંટા વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં જતો નથી પરંતુ કોઈ વ્યક્તિ ઉંદરના મળ, પેશાબ વગેરેને અડ્યા બાદ પોતાની આંખ, નાક અને મોઢાને અડે છે તો તેનો હંતા વાયરસથી સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે. આ વાયરસથી સંક્રમિત થવા પર વ્યક્તિને, તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, પેટમાં દુખાવો, ઉલટી, ડાયરિયા વગેરે થાય છે. જો સારવારમાં સમય લાગે તો સંક્રમિત વ્યક્તિના ફેફસામાં પાણી ભરાય છે, તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. 

હંટા વાયરસ જીવલેણ છે?
સીડીસી પ્રમાણે હંટા વાયરસ જીવલેણ છે. તેનાથી સંક્રમિત વ્યક્તિઓમાં મરનારનો આંકડો 38 ટકા છે. ચીનમાં હંટા વાયરસનો આ કેસ તેવા સમય પર આવ્યો છે જ્યારે વિશ્વ વુહાનથી નિકળેલા કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના વાયરસથી અત્યાર સુધી 16,500 લોકોના મોત થયા છે. એટલું જ નહીં વિશ્વના 382,824 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. કોરોના વાયરસની વ્યાપકતાનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે આ વાયરસ હવે 196 દેશોમાં ફેલાઇ ચુક્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news