Coronavirus: ચીન પર જાસૂસીનો આરોપ, USએ કહ્યું- રિસર્ચ લેબ પર કરી રહ્યું છે સાયબર અટેક
Trending Photos
નવી દિલ્હી: અમેરિકાની સરકારને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ચીન કોરોના વાયરસ (Coronavirus) રિસર્ચ માટે તેમની સિસ્ટમની જાસૂસી કરી રહ્યું છે. ટ્રંપ પ્રશાસનનું કહેવું છે કે, તેમની હોસ્પિટલો, રિસર્ચ લેબ, ફાર્મા કંપનીઓ અને હેલ્થ કેર સાથે જોડાયેલી કંપનીઓ પર ચીન સાયબર અટેક કરી રહ્યું છે. જેની તળિયે પહોંચવા માટે યુ.એસ. કોઈ પણ કસર છોડવા માંગતું નથી. અમેરિકામાં ચીન માટે જાસૂસી કરવાની શંકાના આધારે ઘણી હાઇ પ્રોફાઇલ ધરપકડ કરવામાં આવી છે.
FBIએ ગત સપ્તાહ બે લોકોની ધરપકડ કરી છે. 13 મેના ઓહિયાથી ડો. ક્વિંગ વાંગની ધરપકડ કરી છે. વાંગ ક્લીવલેન્ડ ક્લિનિકના પૂર્વ કર્મચારી છે. તેમણે 3.6 મિલિયન ડોલરની ફેડરલ ગ્રાન્ટ સાથે છેતરપંડી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીઓનું કહેવું છે કે, વાંગે રાષ્ટ્રીય સંસ્થાથી ગ્રાન્ટનો સ્વીકાર કર્યો અને તેમની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.
વાંગે ચીનની હુઆઝિંગ યુનિવર્સિટીની સાથે તેમના સંબંધોનો ખુલાસો કર્યો નથી. તેઓ લાઇફ સાયન્સ અને ટેક્નોલોજીની કોલેજના ડીન હતા. વાંગે ચીનના 1000 ટેલેન્ટ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. તેમણે ચીનથી 3 મિલિયન ડોલરની ગ્રાન્ટ મળી હતી અને તેમણે આ વાત અમેરિકાની સરકારથી છૂપાવી હતી.
વાંગે એક અમેરિકાના નાગરિક છે જે ચીનમાં જન્મ્યા હતા. તેઓ આનુવંશિકતા અને હૃદય રોગના જાણકાર છે. વાંગ 1997થી ક્લીવલેન્ડ ક્લિકનક સાથે જોડાયેલા હતા અને હાલમાં જ તેમને કાઢી મુકવામાં આવ્યા હતા. અધિકારીઓએ ઘરપકડ કર્યા પહેલા વાંગના ઓહિયોના ઘરની તપાસ કરી હતી. વાંગનો કેસ હાર્વર્ડના પ્રોફેસર ચાર્લ્સ લિબરના કેસથી ઘણો મળતો છે. 60 વર્ષીય લિબરની જાન્યુઆરીમાં ઘરપકડ કરવામાં આવી હતી. લિબરે ચીનની સાથે તેમને સંબંધોને છૂપાવ્યા હતા. તેમણે પણ ચીનના 1000 ટેલેન્ટ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો:- કોરોના સંકટ: ભારતને વેંટિલેટર દાન કરશે અમેરિકા, ટ્રમ્પે કહ્યું- અમે પીએમ મોદી સાથે ઉભા છીએ
વધુ એક વૈજ્ઞાનિકની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. 63 વર્ષીય ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પ્રોફેસર સાઈમન સૌ-તોંગ આંગ. તેઓ ઓર્કાંસસ-ફેયેટવિલે યુનિવર્સિટીમાં સંશોધનકાર પણ છે.
તેમની 8 મેના વાયર છેતરપિંડીના આોપમાં ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, એંગે નાસા અને વિશ્વવિદ્યાલય બંને સાથે છેતરપિંડી કરી છે. એંગે નાસાના એક રિસર્ચ પ્રોજેક્ટ માટે ફંડિંગ હાસલ કર્યું, પરંતુ તેમણે ચીન યુનિવર્સિટીની સાથે તેમના જોડાણ વિશે જણાવ્યું ન હતું અને ના ચીનની કંપનીઓ સાથે તેમના સંબંધોની જાણકારી આપી હતી.
અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે, ચીન અમેરિકાની ટેકનિકની ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમાં સેન્ય સામગ્રીથી લઇને મેડિકલ રિસર્ચ સુધી બધું જ સામેલ છે. અમેરિકાનો આ ભય નિરાધાર નથી. ઘણી સુરક્ષા એજન્સિઓએ સૂચના આપી છે કે, અમેરિકાના સરકારી કર્મચારીઓ પર સાયબર અને મેલવેયર અટેકનો પ્રયાસ વધી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે