એક સપ્તાહમાં કોરોના પર આવ્યા બે સારા સમાચાર, હવે મોડર્નાએ કહ્યું- વેક્સિન 94% સફળ

Moderna Vaccine Update: કોરોના મહામારી, જેનાથી દેશ નહીં પરંતુ દુનિયા હલી ગઈ છે. સાાન્ય જીવનની વચ્ચે લોકોના જીવનનો ભાગ માસ્ક અને સેનેટાઇઝર બની ગયું. પરંતુ કોરોનાના સંક્રમણ રોકવા મુદ્દે સારા સમાચાર આવ્યા છે. હવે અમેરિકી કંપની મોડર્નાએ પણ કોરોના વેક્સિનનો દાવો કર્યો છે. 
 

  એક સપ્તાહમાં કોરોના પર આવ્યા બે સારા સમાચાર, હવે મોડર્નાએ કહ્યું- વેક્સિન 94% સફળ

વોશિંગટનઃ અમેરિકી કંપની મોડર્નાએ દાવો કર્યો છે કે તેની કોરોના વેક્સિન 94.5 ટકા પ્રભાવી સાબિત થઈ છે. લેટ-સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલના શરૂઆતી ડેટાના આધાર પર કંપનીએ આ દાવો કર્યો છે. એક સપ્તાહની અંદર વેક્સિનના શાનદાર પ્રદર્શનનો દાવો કરનારી મોડર્ના બીજી અમેરિકી કંપની છે. 

આ પહેલા ફાઇઝર કંપનીએ દાવો કર્યો હતો કે તેની વેક્સિન 90 ટકા અસરકારક સાબિત થઈ છે. બંન્ને વેક્સિનની સફળતાનો દાવો કરવામાં આવ્યો રહ્યો છે તે આશાથી વધુ છે. મોટાભાગના નિષ્ણાંતો વેક્સિનના 50થી 60 ટકા સુધી સફળ થવાની આશા કરતા રહ્યાં છે. 

વેક્સિનની ડિલીવરી શરૂ કરતા પહેલા હજુ અન્ય સેફ્ટી ડેટાની જરૂર પડશે. સેફ્ટી ડેટા સામે આવ્યા બાદ જો રેગ્યૂલેટર્સ પાસેથી મંજૂરી મળી જાય તો અમેરિકામાં ડિસેમ્બર સુધી બે કોરોના વેક્સિનનો ઇમરજન્સી ઉપયોગ કરી શકાય છે. 

કરોડોમાં છે આ કબૂતરની કિંમત, ખાસયિત જાણીને રહી જશો દંગ

રોયટર્સના રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં વર્ષના અંત સુધી 6 કરોડ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ થઈ શકે છે. તો આગામી વર્ષ સુધી આ બંન્ને વેક્સિનના 100 કરોડ ડોઝ અમેરિકાની પાસે હોઈઊ શકે છે જે તેની જરૂરીયાતથી વધુ હશે. અમેરિકાની વસ્તી આશરે 33 કરોડ છે. 

મોડર્ના અને ફાઇઝર બંન્ને વેક્સિન નવી ટેક્નોલોજીના ઉપયોગથી તૈયાર કરવામાં આવી છે. તેમાં RNA કે mRNA નામના મેસેન્જરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોડર્નાના પ્રમુખ સ્ટીફન હોજે કહ્યુ કે, અમારી પાસે એવી વેક્સિન હશે, જેનાથી કોરોના રોકાય જશે. 

મોડર્નાએ આ અંતરિમ વિશ્લેષણ ટ્રાયલમાં સામેલ વોલેન્ટિયર્સના 95 સંક્રમિત મામલોના આધાર પર કર્યું છે જેને વેક્સિન અથવા તો પ્લેસબો આપવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર 5 લોકો એવા હજા જેને વેક્સિનના બે ડોઝ આપવા છતાં સંક્રમણનો સામનો કરવો પડ્યો. મોડર્નાની વેક્સિન ફાઇઝરના મુકાબલે તેથી પણ સારી હોઈ શકે છે કારણ કે તેને સ્ટોર કરવા માટે અલ્ટ્રા કોલ્ડ તાપમાનની જરૂર પડતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news