VIDEO: હીરાની ચોરી કરતા રંગે હાથ પકડાઈ કીડી, કેમેરામાં કેદ થઈ ચોરી

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે કીડી હીરાને ઉઠાવીને લઈ જઈ રહી છે. જો કે હજુ સુધી એ ખબર નથી પડી કે હીરાના માલિકને આ હીરો મળી ગયો કે નહીં.

VIDEO: હીરાની ચોરી કરતા રંગે હાથ પકડાઈ કીડી, કેમેરામાં કેદ થઈ ચોરી

નવી દિલ્હી: હીરાના દાગીના મહિલાઓને ખુબ ગમે છે. હીરાના દાગીના આજકાલ ટ્રેન્ડમાં છે. હીરો એક એવો રત્ન છે જે ખુબ મોંઘો અને સુંદર હોય છે. સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક કીડી હીરો ચોરી કરી રહી છે. વીડિયો સામે આવતા જ લોકોએ તેના પર જાત જાતની કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધુ છે. 

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે કીડી હીરાને ઉઠાવીને લઈ જઈ રહી છે. જો કે હજુ સુધી એ ખબર નથી પડી કે હીરાના માલિકને આ હીરો મળી ગયો કે નહીં. અત્રે જણાવવાનું કે અનેક રિપોર્ટ્સ મુજબ કીડીઓ પોતાના વજન કરતા 50થી 100 ગણો ભારે સામાન ઉઠાવી શકે છે. 

આ વીડિયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકશો કે કીડીએ જે હીરાને પકડ્યો છે તે તેના કરતા ખુબ મોટો છે. વીડિયો જોયા બાદ અનેક યૂઝર્સે અનેક મજેદાર કોમેન્ટ્સ કરી છે. એક યૂઝરે લખ્યુ છે કે કેટલું મજેદાર છે કે ત્યાં કામ કરનાર માણસ પોતાના બોસને શું કહેશે કે કીડી હીરો ચોરી કરીને લઈ ગઈ. એક યૂઝરે લખ્યું કે મને તો કીડીને જોઈને મજા  આવી ગઈ કે તે કેવી વળી વળીને જોઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news