ટ્રંપની ઇરાનને ચેતાવણી, 'અમેરિકાને ક્યારેય ધમકાવતા નહી, નહીંતર આવા પરિણામ ભોગવશો કે...'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સોમવારે ઇરાનને ચેતાવણી આપી કે જો તે અમેરિકાને ધમકાવે છે તો તેણે એવું પરિણામ ભોગવવું પડશે, જેનું ઉદાહરન ઇતિહાસમાં ભાગ્યે જ મળે છે. તેમણે ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીને આપેલા સીધા સંદશમાં ટ્વિટર પર કહ્યું, ''અમેરિકાને ફરીથી ક્યારેય ન ધમકાવે નહીતર તમારે એવું પરિણામ ભોગવવું પડશે, જેનું ઉદાહરણ ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે.

Updated By: Jul 23, 2018, 11:58 AM IST
ટ્રંપની ઇરાનને ચેતાવણી, 'અમેરિકાને ક્યારેય ધમકાવતા નહી, નહીંતર આવા પરિણામ ભોગવશો કે...'
ફાઇલ તસવીર

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સોમવારે ઇરાનને ચેતાવણી આપી કે જો તે અમેરિકાને ધમકાવે છે તો તેણે એવું પરિણામ ભોગવવું પડશે, જેનું ઉદાહરન ઇતિહાસમાં ભાગ્યે જ મળે છે. તેમણે ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીને આપેલા સીધા સંદશમાં ટ્વિટર પર કહ્યું, ''અમેરિકાને ફરીથી ક્યારેય ન ધમકાવે નહીતર તમારે એવું પરિણામ ભોગવવું પડશે, જેનું ઉદાહરણ ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે.

ટ્રંપે સંદેશમાં લખ્યું, ''અમે એવો દેશ નથી જે તમારી હિંસા અને મોતના વિક્ષિપ્ત શબ્દોને સહન કરશે. સતર્ક રહો.''

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રંપની આ ટિપ્પણી પહેલાં રૂહાનીએ અમેરિકી નેતાને ચેતાવણી આપી કે તે 'સુતા સિંહ છંછેડે નહી'' રૂહાનીએ કહ્યું કે ઇરાન સાથે લડાઇ ''બધા યુદ્ધોની મા'' (સૌથી ભીષણ લડાઇ) સાબિત થશે.

કેનેડા: ટોરેંટોમાં રેસ્ટોરંટની પાસે અંધાધૂંધ ફાયરિંગ, 9 લોકો ઘાયલ, શૂટર ઠાર મરાયો

પરમાણુ હથિયારોથી સજજ ઉત્તર કોરિયાની સાથે ઐતિહાસિક વાતચીત બાદથી ઇરાન ટ્રંપના નિશાના પર છે. 

(ઇનપુટ એએફપીમાંથી)