મેલાનિયા ટ્રમ્પની 'આ' તસવીરે સર્જ્યો મોટો વિવાદ, ટ્રમ્પે કરવી પડી સ્પષ્ટતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે અમેરિકા મેક્સિકો સરહદે બાળ પ્રવાસીઓ સાથે મુલાકાત કરીને બધાને ચોંકાવી તો દીધા પરંતુ જે મુદ્દે હાલ મેલાનિયા ટ્રમ્પ ચર્ચામાં છે તે છે તેમનું જેકેટ.
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે અમેરિકા મેક્સિકો સરહદે બાળ પ્રવાસીઓ સાથે મુલાકાત કરીને બધાને ચોંકાવી તો દીધા પરંતુ જે મુદ્દે હાલ મેલાનિયા ટ્રમ્પ ચર્ચામાં છે તે છે તેમનું જેકેટ. વાત જાણે એમ છે કે મેલાનિયા ટ્રમ્પ પ્રવાસી બાળકોને મળવા માટે પહોંચ્યા ત્યારે જે જેકેટ પહેર્યુ હતું તેના પર લખ્યું હતું કે 'મને તો બિલકુલ પરવા નથી, શું તમને છે?'
એવા સવાલ ઉઠી રહ્યાં હતાં કે શું આવું જેકેટ સમજ્યા વિચાર્યા વગર પહેરવામાં આવ્યું હતું કે પછી પ્રથમ મહિલા તરફથી કોઈ સંદેશ છૂપાયેલો હતો? જો આમ હતું તો આ સંદેશ કોના માટે હતો? મેલાનિયા ગઈ કાલે જ્યારે ટેક્સાસ માટે વિમાનમાં રવાના થયા ત્યારે તેમણે ખાખી રંગનું જેકેટ પહેર્યુ હતું. આ તસવીર ખુબ ઝડપથી વાઈરલ થઈ. પ્રથમ મહિલાના પ્રવક્તા સ્ટેફની ગ્રિશમે કહ્યું કે તેમાં કોઈ સંદેશો છૂપાયેલો નથી. આ એક જેકેટ જ છે. ટેક્સાસના આ મહત્વના પ્રવાસ બાદ હું આશા કરું છું કે મીડિયા બધુ ધ્યાન તેમના પરિધાન પર કેન્દ્રિત ન કરે.
“I REALLY DON’T CARE, DO U?” written on the back of Melania’s jacket, refers to the Fake News Media. Melania has learned how dishonest they are, and she truly no longer cares!
— Donald J. Trump (@realDonaldTrump) June 21, 2018
ટેક્સાસ પહોંચ્યા બાદ મેલાનિયાએ વિવાદાસ્પદ જેકેટની જગ્યાએ બીજુ જેકેટ પહેરી લીધુ હતું. પરંતુ વ્હાઈટ હાઉસ પાછા ફરવા દરમિયાન તેમણે ફરીથી તે વિવાદાસ્પદ જેકેટ પહેરી લીધુ હતું. પત્નીના પાછા ફર્યા બાદ થોડીવારમાં ટ્રમ્પે ટ્વિટ કરી હતી કે મેલાનિયાના જેકેટ પર પાછળ જે લખ્યું હતું તે બનાવટી મીડિયા માટે છે. તેમણે લખ્યું કે મેલાનિયાને ખબર પડી ગઈ છે કે તેઓ કેટલા ખોટા છે અને હવે તે ખરેખર તેમની પરવા કરતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે