સાઉદીના જેદ્દાહ બંદર પાસે ઈરાની ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ, આતંકી હુમલાની આશંકા

સાઉદી અરબ(Saudi Arab)ના જેદ્દાહ બંદર (Jeddah Port) પાસે શુક્રવારે એક ઈરાની ઓઈલ ટેન્કરને વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવ્યું.

સાઉદીના જેદ્દાહ બંદર પાસે ઈરાની ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ, આતંકી હુમલાની આશંકા

દુબઈ: સાઉદી અરબ(Saudi Arab)ના જેદ્દાહ બંદર (Jeddah Port) પાસે શુક્રવારે એક ઈરાની ઓઈલ ટેન્કરને વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવ્યું. જાણકારોનું માનીએ તો આ એક 'આતંકવાદી હુમલો' છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અને એએફપીએ જાણકારોના હવાલે જણાવ્યું છે કે આ એક આતંકવાદી હુમલો હોઈ શકે છે. આ વિસ્ફોટથી નેશનલ ઈરાની ઓઈલ કંપનીના સ્વામીત્વવાળા ટેન્કરને ભારે નુકસાન થયું છે ને જેદ્દાહથી લગભગ 60 માઈલના અંતરે લાલ સાગરમાં તેલ લીક થવા લાગ્યું છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે સાઉદી અરબની ઓઈલ રિફાઈનરી પર 14 સપ્ટેમ્બરના રોજ થયેલા ડ્રોન હુમલા બાદથી ઈરાન અને સાઉદી અરબ વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ હુમલાની જવાબદારી જો કે યમનના વિદ્રોહી જૂથ હૂતીએ લીધી છે. પરંતુ સાઉદી અરબ અને અમેરિકા બંનેએ ડ્રોન હુમલા માટે ઈરાનને દોષી ઠેરવ્યું છે. આ માટે બંને દેશોએ ઈરાનને આકરી ફટકાર પણ લગાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news