પૂર્વ ચીનની એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા 19 લોકો જીવતા ભૂંજાયા
ચીનની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવવાના કારણે 19 લોકોના દર્દનાક મોત થયા છે જ્યારે 3 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
Trending Photos
બેઈજિંગ: ચીનની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવવાના કારણે 19 લોકોના દર્દનાક મોત થયા છે જ્યારે 3 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના રવિવારે દક્ષિણી ચીનની એક ફેક્ટરીમાં ઘટી.
આ દુર્ઘટના ચીનના નિનઘાઈ કાઉન્ટીમાં આવેલી એક કન્ઝ્યુમર ગુડ્સ ફેક્ટરીમાં ઘટી. સ્થાનિક સમય મુજબ બપોરે 1 વાગે ફેક્ટરીમાં આગ લાગી હતી. જો કે ઈમરજન્સી ક્રુ તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પરંતુ ઘણી મહેનત કરવા છતાં 19 લોકોને બચાવી શકાયા નહી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
જુઓ LIVE TV
કોમ્યુનિસ્ટ ચીનની 70મી વર્ષગાઠ અગાઉ દેશ માટે આ વીકએન્ડ એક ત્રાસદી સાબિત થયો છે. આ અગાઉ શનિવારે પૂર્વ જિઆંગસુમાં મુસાફરો ભરેલી એક બસ અને ટ્રકની ટક્કરમાં 36 લોકોના મોત થયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે