ગુગલમાં 'Idiot' સર્ચ કરો તો શાં માટે દેખાય છે ટ્રમ્પનો ફોટો? આ રહ્યું કારણ
ગલના સીઈઓ સુંદર પીચઈ અમેરિકા સાંસદોના સવાલોના ઘેરામાં આવી ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: ગુગલના સીઈઓ સુંદર પીચઈ અમેરિકા સાંસદોના સવાલોના ઘેરામાં આવી ગયા છે. તેમને સવાલ કરવામાં આવ્યો કે ગુગલ સર્ચમાં ઈડિયટ લખવા પર અમેરિકી સાંસદ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર કેમ દેખાય છે. સાંસદોએ આ સવાલ ઉપરાંત પણ અનેક સવાલો પૂછ્યા છે. સુંદર પીચઈએ જણાવ્યું કે આવું એક ટેક્નોલોજીના કારણે થઈ રહ્યું છે. તેમાં કોઈ માનવીય હસ્તક્ષેપ નથી.
પીચઈએ જણાવ્યું કારણ
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ પીચઈએ જણાવ્યું છે કે ગુગલ સર્ચમાં જ્યારે કોઈ યૂઝર કીવર્ડ નાખે છે ત્યારે એલ્ગોરિથમના આધાર પર યૂઝર તે વેબપેજ અને ફોટો શોધે છે. હકીકતમાં ગુગલ સર્ચ એન્જીનને એ પ્રકારે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે જ્યારે કોઈ શબ્દને વારંવાર સર્ચ કરવામાં આવે ત્યારે સર્ચ એન્જીન તે કીવર્ડને પોપ્યુલર કેટેગરીમાં નાખી દે છે.
સાંસદને ન થયો સંતોષ
અમેરિકી સાંસદ જો લોફગ્રેન પીચઈની આ વાતથી સંતુષ્ટ ન થયાં. તેઓ બોલ્યા કે તેનો અર્થ એ થયો કે પાછળ બેઠેલી કોઈ વ્યક્તિ ગમે તે ડિઝાઈન કરતી રહે? પીચઈએ કહ્યું કે એવું નથી. ગુગલ સર્ચ એન્જીનને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું નથી.
ટ્રમ્પ કરી શકે છે કાર્યવાહી
પહેલા એવા અહેવાલો આવ્યાં હતાં કે ટ્રમ્પ ગુગલ સર્ચમાં અમેરિકી રાષ્ટ્રપતિની ખોટી છબી બનાવવા બદલ કંપની પર કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું હતું કે જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી મીડિયા હંમેશા મારા વિરુદ્ધના અહેવાલો ચલાવે છે. ટ્રમ્પે પોતાના આ દર્દ માટે સીધી રીતે ગુગલને જવાબદાર ઠેરવ્યું છે. ટ્રમ્પનો આરોપ છે કે ગુગલ મારા વિરુદ્ધ નકારાત્મક અહેવાલો સર્ચ થવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. જે ખતરનાક છે.
ટ્રમ્પ કેમ 'ઈડિયટ'
ડોનાલ્ડ ટ્રમ્પ આમ તો અમેરિકાના રાષ્ટ્રપતિ છે પરંતુ ગુગલમાં તેઓ ઈડિયટ તરીકે દેખાય છે. હકીકતમાં ગુગલ ઈમેજ સર્ચમાં ઈડિયટ ટાઈપ કરવાથી સૌથી ઉપર ટ્રમ્પની જે તસવીર દેખાય છે તે બીબીસ્પિટલ (Babyspittle) નામની અમેરિકી બ્લોગ સાઈટની છે. આ સાઈટ ખાસ રીતે રૂઢીવાદીઓની વિચારધારા અને તેમના તરફથી ફેલાવવામાં આવેલી અફવાઓના તોડને શોધવાનું કામ કરે છે. આ બ્લોગ સાઈટ પર ડોનાલ્ડ ટ્રમ્પને વારંવાર ઈડિયટ કહેવામાં આવ્યાં છે. આ બ્લોગ સાઈટે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અનેક લેખ લખ્યા છે. 'મુરખતાપૂર્ણ હરકતો' પર ટ્રમ્પની આલોચના કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે