US રાષ્ટ્રપતિની ટ્વિટથી ખળભળાટ, વ્હાઈટ હાઉસમાં એકલા રહી ગયા ટ્રમ્પ!

ક્રિસમસની પૂર્વ સંધ્યા પર વ્હાઈટ હાઉસમાં એકલા રહી ગયા છે અને હવે કંટાળી રહ્યાં છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. કંટાળેલા રાષ્ટ્રપતિએ પોતાનો આખો દિવસ આલોચકો પર આકરા પ્રહારો કરવામાં વિતાવ્યો. 

US રાષ્ટ્રપતિની ટ્વિટથી ખળભળાટ, વ્હાઈટ હાઉસમાં એકલા રહી ગયા ટ્રમ્પ!

વોશિંગ્ટન: ક્રિસમસની પૂર્વ સંધ્યા પર વ્હાઈટ હાઉસમાં એકલા રહી ગયા છે અને હવે કંટાળી રહ્યાં છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. કંટાળેલા રાષ્ટ્રપતિએ પોતાનો આખો દિવસ આલોચકો પર આકરા પ્રહારો કરવામાં વિતાવ્યો. 

સરકારી વિભાગોમાં ગતિવિધિઓ આંશિક રીતે ઠપ થયાને ત્રણ દિવસ વીતી ગયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા-મેક્સિકોની સરહદ પર દીવાલ નિર્માણની માગણીને માટે ફંડની માગણીને લઈને ડેમોક્રેટિક સાથે થયેલા વિવાદ બાદ આ ગતિરોધ ઉત્પન્ન થયો છે. 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફ્લોરિડામાં પોતાના મારા લાગો રિસોર્ટનો પ્રવાસ રદ કરી નાખ્યો છે. તેમણે કહ્યું કે વ્હાઈટ હાઉસમાં સંપૂર્ણ રીતે તેઓ એકલા હતાં અને આંશિક રીતે ઠપ થયેલા સરકારી કામકાજને શરૂ કરવા માટે ડેમોક્રેટિક્સ સાથે વાતચીતના  ટેબલ સુધી આવવાની રાહ જોતા રહ્યાં. 

એક પછી એક ટ્વિટ અને તસવીરો પોસ્ટ કરીને ટ્રમ્પે જણાવ્યું કે તેઓ ખુબ આકરી મહેનત કરી રહ્યાં છે જ્યારે વિપક્ષી ડેમોક્રેટિક સાંસદ પોતાના ઘરમાં ક્રિસમસ મનાવી રહ્યાં છે. 

Donald Trump

ટ્રમ્પે સોમવારે ટ્વિટ કરી કે હું વ્હાઈટ હાઉસમાં સંપૂર્ણ રીતે એકલો છું અને ડેમોક્રેટ્સના પાછા ફરવાની અને તાકીદે જરૂરીયાત વાળી સરહદ સુરક્ષા પર એક સમાધાન કરવા માટે રાહ જોઈ રહ્યો છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news