Joe Biden એ ભારતને F-15EX વિમાન આપવાની મંજૂરી આપી, કોઈ પણ ઋતુમાં હુમલો કરવા માટે સક્ષમ
અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઈડેને (Joe Biden) ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઈડેને (Joe Biden) ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે અને અત્યાધુનિક ફાઈટર જેટ F-15EX ભારતને આપવાની મંજૂરી આપી દીધી છે. આથી હવે ભારતીય વાયુસેનાને જલદી અમેરિકાના સૌથી અત્યાધુનિક ફાઈટર વિમાનો F-15EX મળી શકે છે.
બોઈંગ ઈન્ટરનેશનલે કરી પુષ્ટિ
બોઈંગ ઈન્ટરનેશનલ સેલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ પાર્ટનરશીપ્સના ઉપાધ્યક્ષ મારિયા એચ લેને આ વાતને સમર્થન આપ્યું. તેમણે જણાવ્યું કે, 'ભારત (India) અને અમેરિકા(America) ની સરકારો વચ્ચે ચર્ચા થઈ. બંને દેશોની વાયુસેના (Indian Air Force) ઓએ F-16EX અંગે સૂચનાનું આદાન પ્રદાન કર્યું.' તેમણે વધુમાં કહ્યું કે, 'અમેરિકી સરકારે ભારતને F-15EX વિમાન આપવાની અમારી લાઈસન્સ સંબંધિત ભલામણને સ્વીકારી લીધી છે.'
આગામી અઠવાડિયે બેંગ્લુરુમાં થશે પ્રદર્શન
બોઈંગે (Boeing)પોતાના નિવેદનમાં કહ્યું કે 'આગામી અઠવાડિયે બેંગ્લુરુમાં શરૂ થઈ રહેલા એરો ઈન્ડિયા 2021(Aero India 2021) માં F-15EX વિમાનને પ્રદર્શન કરવામાં આવશે.' અત્રે જણાવવાનું કે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન એટલે કે DRDO તરફથી આયોજિત થઈ રહેલો આ એર શોમાં અમેરિકી બોમ્બવર્ષક વિમાન બી-1 બી લાન્સર પણ દર્શકોનો રોમાંચ વધારશે.
દરેક ઋતુમાં હુમલો કરવા માટે સક્ષમ
રિપોર્ટ મુજબ એફ-15 એક્સ વિમાન(F15EX Combat Aircraft) એફ-15 (F-15) વિમાનોની સિરીઝનું અપગ્રેડેડ વર્ઝન છે. આ બહુઉદ્દેશીય વિમાન દરેક ઋતુમાં એટેક કરવામાં સક્ષમ છે. દિવસ હોય કે રાત દરેક સમયે ઉડાણ ભરવામાં અને દુશ્મનોને નિશાન બનાવવાની કોમ્બેટ ક્ષમતાઓથી લેસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે