Israel Hamas War: ઈઝરાયેલને આપ્યો ભરોસો, ગાઝાને 100 મિલિયન ડોલરની મદદ...બાઈડેનનો શું છે પ્લાન?

Joe Biden on Israel Hamas war: પોતાના ઈઝરાયેલ પ્રવાસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે અમેરિકા પૂરી તાકાતથી ઈઝરાયેલને પડખે છે. અમેરિકાએ સ્પષ્ટ કરી દીધુ છે કે હમાસને જડમૂળથી ખતમ કરવાની જંગમાં અમેરિકી સેના ઈઝરાયેલને સંપૂર્ણ સહયોગ કરશે.

Israel Hamas War: ઈઝરાયેલને આપ્યો ભરોસો, ગાઝાને 100 મિલિયન ડોલરની મદદ...બાઈડેનનો શું છે પ્લાન?

Joe Biden on Israel Hamas war: પોતાના ઈઝરાયેલ પ્રવાસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે અમેરિકા પૂરી તાકાતથી ઈઝરાયેલને પડખે છે. અમેરિકાએ સ્પષ્ટ કરી દીધુ છે કે હમાસને જડમૂળથી ખતમ કરવાની જંગમાં અમેરિકી સેના ઈઝરાયેલને સંપૂર્ણ સહયોગ કરશે. આ બધા વચ્ચે ગાઝાની હોસ્પિટલ પર થયેલા હુમલાથી બદલાયેલી જિયોપોલિટિકલ પરિસ્થિતિઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિએ ગાઝા અને વેસ્ટ  બેંકમાં રહેતા લાખો પેલેસ્ટાઈનવાસીઓની મદદ એટલે કે યુદ્ધ પ્રભાવિત વિસ્તારમાં માનવીય મદદ માટે 100 મિલિયન ડોલરના રાહત પેકેજની જાહેરાત કરી છે. 

હમાસને આંખ ફેરવીને કહી દીધુ
ઈઝરાયેલ પ્રવાસ દરમિયાન જો બાઈડને અનેકવાર દોહરાવ્યું કે જે પણ હમાસની મદદ કરશે તેણે પરિણામ ભોગવવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે આ જંગમાં અમેરિકા દરેક પ્રકારે ઈઝરાયેલ સાથે ખભેથી ખભો મિલાવીને ઊભું છે. જ્યારે ઈઝરાયેલ હમાસ વચ્ચે પિસાઈ રહેલા ગાઝા અને વેસ્ટબેંકના નિર્દોષ લોકોની હાલત પર ચિંતા જતાવતા અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, જો હમાસના આતંકીઓએ ગાઝાના લોકોના રિલીફ પેકેજ પર ખરાબ નજર નાખવાની કોશિશ કરી તો તેમણે અંજામ ભોગવવો પડશે. હમાસ પેલેસ્ટાઈનના લોકોનું રાહત પેકેજ હડપી શકશે નહીં. હમાસની આ હરકત આંતરરાષ્ટ્રીય સમુદાયને ગાઝા અને વેસ્ટ  બેંકના લોકોને મદદ પ્રદાન કરતા રોકી શકે છે. 

ઈજિપ્તથી ગાઝા સુધી મદદ પહોંચાડવા માટે રાજી થયું ઈઝરાયેલ
તેલ અવીવમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા  બાઈડેને કહ્યું કે ગાઝાના લોકોને ભોજન, પાણી, દવા અને શરણની જરૂર છે. આજે મે ઈઝરાયેલ કેબિનેટને ગાઝામાં નાગરિકોને જીવનરક્ષક માનવીય મદદ પ્રદાન કરવા માટે સહમત થવા માટે કહ્યું છે. કારણ કે કોઈ પણ સંજોગોમાં નાગરિકોને મદદ મળવી જોઈએ, હમાસને નહીં. બીજી બાજુ ઈઝરાયેલ એ વાત પર સહમત થઈ ગયું છે કે માનવીય મદદ ઈજિપ્તથી ગાઝા સુધી જવાની શરૂ થઈ શકે છે. 

ગાઝાની હોસ્પિટલ પર હુમલામાં ઈઝરાયેલનો હાથ નથી-બાઈડેન
હમાસ આતંકવાદી સમૂહ વિરુદ્ધ યુદ્ધનો આજે 12મો દિવસ છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે કાલે ગાઝાની હોસ્પિટલમાં થયેલા હુમલાથી મને ખુબ દુખ થયું. હું આ હુમલાને જોઈને ખુબ ક્રોધિત અને દુખી છું. જો કે મને એવું લાગે છે કે આ હુમલો ઈઝરાયેલે નથી કર્યો. આતંકવાદી સમૂહ હમાસે 1300થી વધુ લોકોની હત્યા કરી જેમાં 31 અમેરિકન પણ સામેલ છે. તેમણે બાળકો સહિત અનેક લોકોને બંધક બનાવેલા છે. તેમે એવા અત્યાચાર કર્યા છે જે ISIS થી પણ વધુ ખતરનાક છે. 

તમામ પેલેસ્ટાઈનવાસીઓનું નેતૃત્વ કરતું નથી
અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે ઈઝરાયેલ પોતાના પર થયેલા હુમલાનો જવાબ આપી ર હ્યું છે. મને એવું લાગે છે કે આપણે એ સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખવું પડશે કે તમારી પાસે તમારી રક્ષા માટે જરૂરી ચીજો છે અને અમે એ સુનિશ્ચિત કરીશું કે આમ જ થાય. હમાસ તમામ પેલેસ્ટાઈનવાસીઓનું પ્રતિનિધિત્વ કરતું નથી અને તેણે ફક્ત તેમને તકલીફ પહોંચાડી છે. 

શું ઈચ્છે છે બાઈડેન?
હકીકતમાં જે પ્રકારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને નેતન્યાહુને કહ્યું છે કે અલ અહલી બેપટિસ્ટ હોસ્પિટલમાં બોમ્બમારો તમે નહીં પરંતુ બીજા પક્ષ એટલે કે હમાસે કર્યો છે. જો કે એ અંગે હજુ સુધી ઈઝરાયેલી પીએમ અને જો બાઈડેને કોઈ પુરાવો રજુ કર્યો નથી. આ હુમલામાં 500થી વધુ લોકોના જીવ ગયા છે. આવામાં બાઈડેનના મનમાં શું ચાલી રહ્યું છે તેના વિશે કોઈ જાણતું નથી. પરંતુ અમેરિકાએ ઈઝરાયેલના પક્ષમાં નિવેદન આપીને તથા ગાઝા અને વેસ્ટબેંક માટે પેકેજ જાહેર કરીને ક્ષેત્રીય શાંતિ માટે એક સંતુલન સાધવાની કોશિશ જરૂર કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news