લગ્ન માટે સરકાર દ્વારા 4.20 લાખ રૂપિયાની સહાય, આર્થિક તંગીના કારણે નહી અટકે પ્રસંગ

લગ્ન માટે સરકાર દ્વારા 4.20 લાખ રૂપિયાની સહાય, આર્થિક તંગીના કારણે નહી અટકે પ્રસંગ

 * લગ્ન માટે 4.20 લાખ રૂપિયાની આર્થિક સહાય કરશે સરકાર, આ નિયમોનું રાખવો પડશે ખ્યાલ
* સતત ઘટી રહેલા જન્મદરથી ચિંતિત થઇને જાપાન સરકાર દ્વારા લગ્ન માટે નવી યોજના લોન્ચ કરાઇ
* જાપાની યુવાનો પોતાની કારકિર્દીના કારણે લગ્ન ખુબ જ મોડા કરે છે અથવા તો કરવાનું ટાળે છે

ટોક્યો: એક દેશ એવો પણ છે જ્યાં તમે લગ્ન કરશો તો સરકાર તરફથી તમને 4.20 લાખ રૂપિયા મળશે. આ રૂપિયા એટલા માટે આપવામાં આવી રહ્યા છે જેથી તમે તમારા લગ્ન જીવનની સારૂ શરૂઆત કરી શકો. આ દેશની સરકારે હાલમાં જ આ જાહેરાત કરી છે કે, તમે લગ્ન માટે તેમની સ્કીમમાં તમારૂ નામ નોંધાવી શકો અને પાત્રકા અનુસાર તેમની પાસેથી પૈસા પણ લઇ જઇ શકો છો. 

આ દેશનું નામ છે જાપાન, અહીની રકાર તેવા લોકોને પૈસા આપશે જે પૈસા નહી હોવાના કારણે લગ્ન નથી કરી શકતા. કારણ કે જાપાનમાં જન્મનો દર ચિંતાનો વિષય છે. અહીં નવવિવાહિતો પોતાનું જીવન શરૂ કરતા માટે સરેરાશ 4.2 લાખ રૂપિયા આપવામાં આવે. તેના માટે તેમને જાપાનનાં નવવિવાહિત સહાયતા કાર્યક્રમમાં હિસ્સો લેવો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સહાની સ્કીમ આગામી વર્ષે એપ્રીલથી શરૂ કરવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મોડા લગ્ન કરવા અથવા અવિવાહિત રહેવાનું જાપાનીઓ પસંદ કરે છે. જેના કારણે દેશનો જન્મદર પ્રભાવિત થાય છે. જેને યોગ્ય કરવા માટે સરકાર દ્વારા આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જાપાનની સરકારના મંત્રીમંડળના કાર્યાલયના સુત્રો અુસાર સરકાર દેશમાં લગ્નનો દર વધારવા માટે આ સ્કીમ ચલાવશે. મહત્તમ લોકો આ સ્કીમનો લાભ ઉઠાવે તેવા પ્રયાસો પણ કરશે. 

જો કે પતિ પત્નીની ઉંમર 40 વર્ષથી ઓછી હોવી જોઇએ. કુલ આવક 28 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. તો જ તેઓ આ સ્કીમનો લાભ ઉઠાવી શકશે. 35 વર્ષની ઉંમરના લોકો માટે નિયમ થોડા અલગ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news