Corona ની આજે રસી પણ મળી જાય તો ભારત માટે છે એક મોટો પડકાર

ભારતના એક મહત્વના વૈજ્ઞાનિકે કહ્યું કે, દેશને 2021માં કોરોના વાયરસની વૈક્સીન મળી શકે છે. પરંતુ તમિલનાડુનાં વેલ્લોરમાં ક્રિસ્ચન મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજીનાં પ્રોફેસર અને વિશ્વ સ્વાસ્થય સંગઠનના ગ્લોબલ એડવાઇઝરી કમિટી ઓન વેક્સીન સેફ્ટીનાં સભ્ય ગગનદીપ કાંગે વૈક્સીન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, વેક્સીન મળી પણ જાય તો 1.3 અબજ લોકોને સુરક્ષીત રીતે વેક્સીન આપવી દેશ માટે એક મોટો પડકાર સાબિત થઇ શકે છે. 
Corona ની આજે રસી પણ મળી જાય તો ભારત માટે છે એક મોટો પડકાર

નવી દિલ્હી : ભારતના એક મહત્વના વૈજ્ઞાનિકે કહ્યું કે, દેશને 2021માં કોરોના વાયરસની વૈક્સીન મળી શકે છે. પરંતુ તમિલનાડુનાં વેલ્લોરમાં ક્રિસ્ચન મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજીનાં પ્રોફેસર અને વિશ્વ સ્વાસ્થય સંગઠનના ગ્લોબલ એડવાઇઝરી કમિટી ઓન વેક્સીન સેફ્ટીનાં સભ્ય ગગનદીપ કાંગે વૈક્સીન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, વેક્સીન મળી પણ જાય તો 1.3 અબજ લોકોને સુરક્ષીત રીતે વેક્સીન આપવી દેશ માટે એક મોટો પડકાર સાબિત થઇ શકે છે. 

પ્રોફેસર ગગનદીપ કાંગ જુલાઇ 2020 સુધી ભારત સરકાર દ્વારા રચાયેલી એક કમિટીમાં હતા જે દેશમાં વૈક્સીન તૈયાર કરવા માટેનાં રસ્તા શોધી રહી હતી. જો કે એક અહેવાલ અનુસાર પ્રોફેસર ગગનદીપ કાંગે કહ્યું કે, બાળકો અને ગર્ભવતી મહિલાઓ ઉપરાંત અન્ય લોકોના વૈક્સિનેશન માટે ભારત પાસે સ્થાનીક સ્તર પર ઇંફ્રાસ્ટ્રક્ચર નથી. 

પ્રોફેસરે કહ્યું કે, વર્ષના અંત સુધીમાં આપણી પાસે ડેટા હશે કે, કઇ વૈક્સીન કામ કરી રહી છે અને કઇ વૈક્સીન સૌથી શ્રેષ્ઠ છે. જો સારા પરિણામો મળે છે તો 2-21ના પહેલા છ મહિનામાં આપણી પાસે થોડા પ્રમાણમાં વૈક્સીન ઉપલબ્ધ હશે અને બીજા છ મહિનામાં મોટા પ્રમાણમાં વૈક્સીન મળી જશે. 

TikTok એપમાંથી હટાવાયા 104 મિલિયન વીડિયો
જો કે આપણી પાસે વૃદ્ધ ખાસ કરીને હાઇ રિસ્ક કેટેગરીનાં લોકોને વૈક્સીન આપવા માટે યોગ્ય સ્ટ્રક્ચર નથી. તમામ ઉંમરના લોકોને વૈક્સીન આપવા માટે સિસ્ટમ તૈયાર કરવી પડકારજનક કામ હશે. પ્રોફેસરે ભારતમાં ટેસ્ટિંગની રણનીતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અનેક સ્થળો પર એન્ટીજન અને આરટી-પીસીઆર ટેસ્ટની અદલા બદલી કરીને લોકોની તપાસ કરવામાં આવી રહી છે. સમજાઇ નથી રહ્યું કે, જો આપણે અલગ અલગ રાજ્યોની ટેસ્ટિંગ રણનીતિ અંગે પુરતી માહિતી નથી જેથી કઇ ઝડપે કેસ વધી રહ્યા છે તે કહેવું મુશ્કેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news