નળનું પાણી પીતા હોવ તો થઇ જજો સાવધાન! માણસના મગજને બેક્ટેરિયા ખાઇ જતાં મોત
Man dies due to brain eating amoeba: વ્યક્તિમાં મેન ઈટિંગ અમીબાના કારણે દુર્લભ લક્ષણ જોવા મળ્યા. નેગ્લેરિયા ફાઉલેરી અમીબા પાણીમાં રહેલા એકલ કોશિકાવાળા બેક્ટેરિયા છે. તે નાકના રસ્તે મગજ સુધી પહોંચે છે. તેના કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું.
Trending Photos
Man dies due to brain eating amoeba: નળના પાણીનો ઉપયોગ કર્યા પછી એક વ્યક્તિનું મોત થઈ ગયું. પાણીની સાથે બેક્ટેરિયા તેના મગજ સુધી પહોંચી ગયા અને ધીમે-ધીમે તે વ્યક્તિના મગજને ખાવા લાગ્યા. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે બ્રેન ઈટિંગ અમીબા બેક્ટેરિયાના કારણે જ આ વ્યક્તિનું મોત થયું. આ ઘટના અમેરિકાના ફ્લોરિડાની છે. જાણકારી પ્રમાણે આ વ્યક્તિએ નળના પાણીથી પોતાના નાકની સફાઈ કરી હતી. પાણીમાં બેક્ટેરિયા હતા જે મગજ સુધી પહોંચીને તેને નુકસાન કરવા લાગ્યા. તેના પછી વ્યક્તિમાં બ્રેન ઈટિંગ અમીબાના દુર્લભ લક્ષણો જોવા મળ્યા. અને તેના જ કારણે તે વ્યક્તનું મોત થયું. પીડિત વ્યક્તિનું મૃત્યુ સોમવારે થયું.
સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે આ પ્રકારનું સંક્રમણ અત્યંત દુર્લભ હોય છે. નળના પાણીમાં નેગ્લેરિયા ફાઉલેરી નામના અમીબા મળી આવે છે. જેના કારણે આ સંક્રમણ ફેલાયું, જોકે ડોક્ટર હજુ તેની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો:
જીવજંતુ કરડે તો કરો આ દેશી ઈલાજ, સોજો અને બળતરા 5 મિનિટમાં થશે દુર
ગરોળી એકવારમાં જ ભાગી જશે ઘરમાંથી, અજમાવો આ દેશી નુસખા
ઘરની વસ્તુઓને કોતરી ખાતા ઉંદર ઊભી પૂંછડીએ ભાગશે... એવા જબરદસ્ત છે આ ઘરગથ્થુ નુસખા
નાકથી મગજ સુધી પહોંચ્યા બેક્ટેરિયા:
નેગ્લેરિયા ફાઉલેરી અમીબા પાણીમાં રહેલા એકલ કોશિકાવાળા બેક્ટેરિયા છે. તે નાકના રસ્તે મગજ સુધી પહોંચે છે. આ અમીબા નદી, તળાવ અને ઝરણાના પાણીમાં મળી આવે છે અને લાંબા સમય સુધી એક્ટિવ રહે છે. અનેક વખત આ બેક્ટેરિયા પાણીની પાઈપ દ્વારા નળમાં પહોંચી જાય છે અને પછી પાણીનો ઉપયોગ કરનારા લોકોને સંક્રમિત બનાવીને તેના જીવ પર જોખમ ઉભું કરી શકે છે.
સંક્રમિત થવા પર દેખાય છે આ લક્ષણો:
તાવ આવવો
ઝાટા અને ઉલ્ટી થવા
સખત માથામાં દુખાવો
ગળું પકડાઈ જવું
તણાવની સ્થિતિ
ન્યૂરોલોજિકલ સમસ્યા
એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે નેગ્લેરિયા ફાઉલેરી સંક્રમણ ફેલાયા પછી દર્દીમાં લક્ષણ 12 દિવસ પછી જોવા મળે છે. જ્યારે કેટલાંક દર્દીઓમાં તે 1 દિવસમાં પણ જોવા મળે છે. જો તમને આવા કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે