#HowdyModi: હ્યુસ્ટનના રસ્તાઓ પર 'મોદી મોદી', પોસ્ટરો સાથે કાર રેલી નીકળી
પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં સામેલ થશે.
Trending Photos
નવી દિલ્હી: અમેરિકા (US)ના એક અઠવાડિયાના પ્રવાસ માટે પીએમ મોદી (Narendra Modi) રવાના થઈ ગયા. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં સામેલ થશે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને હાલ હ્યુસ્ટનમાં માહોલ મોદીમય થઈ ગયો છે. રસ્તાઓ પર હાઉડી મોદી કાર્યક્રમના પોસ્ટર્સ લાગેલા છે. લોકો આ અંગે જાણકારી આપવા માટે રેલીઓ કાઢી રહ્યાં છે.
પીએમ મોદી હ્યુસ્ટનમાં 22 સપ્ટેમ્બરના રોજ Howdy Modi કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં હજારો લોકો સામેલ થશે. ખાસ વાત એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. હ્યુસ્ટનમાં પીએમ મોદી હિન્દીમાં ભાષણ આપશે. ભાષણ દરમિયાન સમગ્ર દુનિયામાં લોકો માટે ભાષણનો અલગ અલગ ભાષામાં અનુવાદ કરવામાં આવશે.
#WATCH USA: A car-rally was organised in Houston today, ahead of the 'Howdy-Modi' event on September 22. pic.twitter.com/MzniBfk35k
— ANI (@ANI) September 20, 2019
પીએમ મોદીના અમેરિકા પ્રવાસનો કાર્યક્રમ
21 નવેમ્બર 2019: જ્યોર્જ બુશ ઈન્ટરનેશનલ એરપોર્ટ હ્યુસ્ટન પહોંચશે.
22 સપ્ટેમ્બર: હ્યુસ્ટનમાં Howdy Modi કાર્યક્રમમાં ભારતીયો સાથે સીધો સંવાદ કરશે.
23 સપ્ટેમ્બર: UN મહાસચિવના 2019 ક્લાઈમેટ એક્શન સમિટમાં સંબોધન
24 સપ્ટેમ્બર: UN હેડક્વાર્ટરમાં મહાત્મા ગાંધી પર વિશેષ કાર્યક્રમની મેજબાની
24 સપ્ટેમ્બર: બિલ-મેલિંડા ગેટ્સ ફાઈન્ડેશન તરફથી પીએમ મોદીનું સન્માન
24 સપ્ટેમ્બર: 2019 ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી પીએમ મોદીનું થશે સન્માન
25 સપ્ટેમ્બર: CEOs અને રાષ્ટ્રાધ્યક્ષોના ગ્લોબલ બિઝનેસ ફોરમમાં સંબોધન
25-26 સપ્ટેમ્બર: વોશિંગટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત
27 સપ્ટેમ્બર: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીનું સંબોધન
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે