આ જાણીને ચોક્કસ PAKને છૂટશે પરસેવો, CPECનો ભારતે કાઢ્યો જબરદસ્ત તોડ

ચીનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની મુલાકાત ભારત માટે ખુબ ફાયદાકારક સાબિત થવાની છે.

આ જાણીને ચોક્કસ PAKને છૂટશે પરસેવો, CPECનો ભારતે કાઢ્યો જબરદસ્ત તોડ

વુહાન: ચીનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની મુલાકાત ભારત માટે ખુબ ફાયદાકારક સાબિત થવાની છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ ભારત અને ચીન વચ્ચે આજે અફઘાનિસ્તાનમાં એક સયુંક્ત આર્થિક પરિયોજના પર સહમતિ બની ગઈ છે. આ પ્રોજેક્ટ ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર(CPEC)નો તોડ ગણવામાં આવી રહ્યો છે. અત્રે જણાવવાનું કે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર ભારતને આકરો એતરાઝ છે. કારણ કે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થશે. શિખર સંમેલનમાં બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ અને આતંકવાદ ઉપર પણ ચર્ચા થઈ છે.

કેટલાક મહત્વના મુદ્દાઓ પર બની વાત
બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે મુલાકાત બાદ ભારતીય વિદેશ સચિવ ગોખલેએ મીડિયાને સંબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું કે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ચાર બેઠકો થઈ અને તેમાં બંને દેશો સરહદ પર શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખે  તે અંગે સહમત થયાં. તેમણે કહ્યું કે જે સમયે પીએમ મોદી ચીન માટે રવાના થયા હતાં તે વખતે જ નક્કી થયું હતું કે કોઈ સમાધાન કરાશે નહીં. પરંતુ બંને દેશો વચ્ચે મહત્વના મુદ્દાઓ પર સહમત થયા છે.

भारत ने निकाली CPEC की काट, अफगानिस्तान में चीन के साथ शुरू होगा इकोनॉमिक प्रोजेक्ट

આતંકવાદને ગણાવ્યો ખતરો
ગોખલેએ મીડિયાને જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે આતંકવાદને લઈને વાતચીત થઈ છે. તેમણે કહ્યું કે આતંકવાદથી બંને દેશોને ખતરો છે અને બંને દેશોએ સાથે મળીને લડવા પર ભરોસો વ્યક્ત કર્યો છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે બંને નેતાઓ વચ્ચે આતંકી મસૂદ અઝહરને લઈને કોઈ વાર્તા થઈ નથી.

'વર્લ્ડ ઈકોનોમી' પર થઈ ચર્ચા
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગે આજે ઘણો સમય સાથે પસાર કર્યો. પહેલા તો બંને નેતાઓ વુહાનની સૌથી જાણીતા લેકના કિનારે ટહેલ્યા અને  ત્યારબાદ બોટિંગની મજા માણી. બોટની સવાર દરમિયાન પીએમ મોદી અને શી જિનપિંગે ચા પીધી અને 'વર્લ્ડ ઈકોનોમી' પર ચર્ચા કરી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news