સનાતન હિન્દુ સંસ્કૃતિની રક્ષા માટે આ દેશમાં મુસ્લિમો આગળ આવ્યાં, સરકાર સામે મોરચો માંડ્યો

નેપાળની કાઠમંડુ ઘાટીમાં સદીઓથી રહેતા મુસલમાન, સ્થાનિક નેવાર સમુદાયની સનાતન હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણની માગણીના સમર્થનમાં આગળ આવ્યાં છે.

સનાતન હિન્દુ સંસ્કૃતિની રક્ષા માટે આ દેશમાં મુસ્લિમો આગળ આવ્યાં, સરકાર સામે મોરચો માંડ્યો

કાઠમંડુ: નેપાળની કાઠમંડુ ઘાટીમાં સદીઓથી રહેતા મુસલમાન, સ્થાનિક નેવાર સમુદાયની સનાતન હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણની માગણીના સમર્થનમાં આગળ આવ્યાં છે. હકીકતમાં સરકારે સાર્વજનિક અને ખાનગી ન્યાસોના રાષ્ટ્રીયકરણ કરવા માટે એક બિલ રજુ  કર્યું છે. ત્યારબાદથી આ માગણી થઈ રહી છે. સ્થાનિક મુસલમાનોના સમૂહ નેવાર મુસ્લિમ સોસાયટીના સભ્યોએ સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના સંરક્ષણની માગણીને લઈને સોમવારે કાઠમંડુમાં નિકળેલી રેલીમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે હાથમાં તખ્તીઓ પણ પકડી હતી. 

જુઓ LIVE TV

સમૂહે કહ્યું કે કોમ્યુનિસ્ટ પાર્ટી તરફથી સંસદમાં રજુ કરાયેલા બિલને સમર્થન મળશે તો સનાતન હિન્દુ ધર્મ જોખમમાં પડી શકે છે. કે પી શર્મા ઓલીના નેતૃત્વવાળી કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકારે ગુથી (ન્યાસ) અધિનિયમને સંશોધિત કરવા અને તમામ સાર્વજનિક અને ખાનગી ગુથીઓનું રાષ્ટ્રીયકરણ કરવા તથા એક શક્તિશાળી આયોગ હેઠળ તમામ ધાર્મિક સ્થળોને નિયંત્રિત કરવા માટે સંસદમાં એક બિલ રજુ કર્યું છે. બિલની વિવાદીત જોગવાઈઓ પર નેવાર સમુદાય અને પ્રમુખ ગુથીઓના ન્યાસીઓએ ચિંતા વ્યક્ત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news