કિમ જોંગ ઉન મુદ્દે ઉત્તર કોરિયાનું વિચિત્ર નિવેદન, શું પરિવર્તનનો સંકેત આપે છે?
Trending Photos
પ્યોંગયાંગ : ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને જોંગ રીતે લાંબા સમય સુધી ગાયબ રહ્યા બાદ સમગ્ર વિશ્વમાં તેના મુદ્દે અટકળો ચાલી રહી છે. જો કે હવે ઉત્તર કોરિયાનાં સરકારી અખબારે પણ તે વાત સ્વિકારી છે કે, કિમ જાદુઇ રીતે ગાયબ થઇ શકે નહી. અખબારે તે વાતની પૃષ્ટિ કરી છે કે, સત્તાધારી નેતાઓની પાસે એવો કોઇ જ જાદુ નથી કે જેના કારણે તેઓ સમયના અંતરને ઘટાડી શકે. જેવું કે કિમ જોંગ ઉન અને પૂર્વ સરમુખત્યાર કિમ જોંગ ઇલના શાસન દરમિયાન દાવો કરવામાં આવતો હતો.
એક મત અનુસાર આ વાતને જાહેર કરીને ગુપ્ત રીતે કામ કરનારી નોર્થ કોરિયન સરકારની હકુમત અને પોતાનાં નેતાઓ અંગે બનેલા મિથક અને ખોટી વાતોથી અખબારે છેડો ફાડ્યો છે. અગાઉ ઉત્તર કોરિયામાં અનેક પ્રકારની કાલ્પનિક કિસ્સાઓ અને અફવાઓ ફેલાવાતી હતી કે કિમનો પરિવાર chukjibeopમાં નિષ્ણાંત છે. chukjibeop એક કોરિયન શબ્દ છે જેનો અર્થ છે ખુબ જ લાંબું અંતર કાપવું (અહીં આયુષ્યના અર્થમાં). નોર્થ કોરિયાનાં લોકો વચ્ચે આ વાતો એટલા માટે ફેલાવાતી હતી કે જેથી લોકો કિમ પરિવારનાં નેતાઓની પુજા કરે. તેમનાંવિશ્વાસ રાખે.
જો કે સરમુખત્યાર કિમ જોંગ ઉનની પાર્ટી સાથે જોડાયેલા અખબારે આ વાતોને ફગાવી દેતા કહ્યું કે, સત્ય છે કે કોઇ પણ વ્યક્તિ અચાનક ગાયબ થ ઇશકે નહી અને તો અંતરને ઘટાડીને ફરીથી પ્રકટ થઇ શકે. ઉત્તર કોરિયાનાંદરેક પગલા પર બારીકીથી નજર રાખનારા તેનાં પાડોશી દેશ દક્ષિણ કોરિયાનાં એક અધિકારીએ કહ્યું કે, હાલનાં શાનનું પોતાને ત્યાં રહસ્યથી પડદો ઉઠાવવાનું આ પગલું ધ્યાન ખેંચે છે.
ગત્ત વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સમજુતી કરવામાં નિષ્ફળ રહેલા કિમ જોંગ ઉનનાં સરકારી અખબારે કહ્યું હતું કે, કોઇ નેતાની ક્રાંતિકારી ગતિવિધિઓ અને તેની છબી રહસ્ય બનાવવાથી સત્ય છુપાવે છે. જો કે હવે લાગે છે કે, અનેક દિવસોથી લોકો વચ્ચે નહી આવી રહેલા કિમ પોતાનું માનવીય સ્વરૂપ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશવાસીઓને પોતાનાં નેતાઓનાં ખોટા હાવમાંથી બહાર રહેવાની અપીલ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે