અંતિમ સંસ્કાર વખતે યુવતીઓ કરે છે અશ્લિલ ડાન્સ, કારણ જાણી હક્કાબક્કા રહી જશો
ચીનના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં કોઈ વ્યક્તિનું મોત થાય તો મૃતદેહના અંતિમ સંસ્કાર વખતે યુવતીઓ પાસે અશ્લિલ ડાન્સ કરાવવામાં આવે છે.
Trending Photos
ચીનના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં કોઈ વ્યક્તિનું મોત થાય તો મૃતદેહના અંતિમ સંસ્કાર વખતે યુવતીઓ પાસે અશ્લિલ ડાન્સ કરાવવામાં આવે છે. તમને પણ આ જાણીને નવાઈ લાગશે કે આવું કેમ? વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે જેણે સમય સાથે આધુનિક સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આ વિસ્તારોમાં મહિલાઓ તેમના પતિના મોત બાદ સ્ટ્રિપ ડાન્સર્સને બોલાવે છે અને આ ડાન્સર્સ રડવાનું નાટક પણ કરે છે.
કેટલાક રિપોર્ટ્સ મુજબ મૃતદેહને દફનાવતા પહેલા ડાન્સ કરવાની આ પરંપરા પાછળ મહિલાઓ દ્વારા વિચિત્ર તર્ક આપવામાં આવે છે. તેઓ કહે છે કે તેમના પતિ દુનિયામાંથી જતા રહ્યાં તે તો ઠીક પરંતુ તેઓ તેમને શાનદાર અને છેલ્લે ભેંટ આપવા માટે આવું કરે છે. હવે બોલો આ કોઈ તર્ક કહેવાય?
અત્રે જણાવવાનું કે ચીનના ગ્રામીણ વિસ્તારોમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. કોઈ પુરુષનું મોત થાય તો યુવતીઓના અશ્લિલ ડાન્સને ખુબ જ મહત્વપૂર્ણ રસ્મ ગણાય છે. આ ડાન્સર્સ મૃત શરીરના તાબુતની આજુબાજુ નાચે છે. ડાન્સર્સને બોલાવવા પાછળ એવો પણ તર્ક આપે છે કે ડાન્સરોના ડાન્સથી અંતિમ યાત્રામાં લોકો વધુ આવે છે અને જેટલા લોકો વધુ હોય તેટલુ જ મૃતકના આત્માને શાંતિ મળે છે.
જો કે ચીનની સરકારે આ પરંપરાને ગેરકાયદે ગણાવતા તેના પર રોક લગાવવાની વાત કરી છે. ત્યારબાદથી આ રીતે ડાન્સ કરતી ડાન્સર્સ માટે મુશ્કેલી ઊભી થઈ છે. સરકારે સ્ટ્રિપર્સને મળનારા પૈસા પર રોક લગાવવાની વાત કરી છે. આ અગાઉ પણ સરકારે વર્ષ 2006 અને 2015માં આ પ્રથા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી પરંતુ આમ છતાં ચીનના ગ્રામીણ વિસ્તારોમાં બધુ ચાલતું રહ્યું. હવે ફરી એકવાર સરકારે આ પરંપરા પર કાર્યવાહી કરતા તેના પર પ્રતિબંધ મુકવાની વાત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે