સોશિયલ મીડિયામાં લોકપ્રિયતાના મુદ્દે PM મોદીએ ટ્રમ્પને પણ આપી ધોબીપછાડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો થનારા દુનિયાના બીજા નેતા છે. પહેલા નંબરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે.

Updated By: May 7, 2019, 10:49 PM IST
સોશિયલ મીડિયામાં લોકપ્રિયતાના મુદ્દે PM મોદીએ ટ્રમ્પને પણ આપી ધોબીપછાડ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો થનારા દુનિયાના બીજા નેતા છે. પહેલા નંબરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે. ડિજિટલ માર્કેટિંગ પ્લેટફોર્મ એસઈએમરશ દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ પીએમ મોદીના ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર કુલ 11.09 કરોડ ફોલોઅર છે. ઓબામાના કુલ ફોલોઅર 18.27 કરોડ છે. 

રિપોર્ટમાં કહેવાયું છે કે, દુનિયાભરમાં 11 કરોડ ફોલોઅર્સ સાથે નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ધોબીપછાડ આપી છે. ટ્રમ્પના દુનિયાભરમાં 9.6 કરોડ ફોલોઅર્સ છે. જો કે ટ્રમ્પ ટ્વિટર  પર સૌથી વધુ ફોલો થતા દુનિયાના બીજા નેતા છે. 

જુઓ LIVE TV

રિપોર્ટ મુજબ મોદીના ફેસબુક પર 4.3 કરોડથી વધુ ફોલોઅર્સ, ટ્વિટર પર 4.7 કરોડથી વધુ ફોલોઅર્સ, અને ઈન્સ્ટાગ્રામ પર બે કરોડથી વધુ ફોલોઅર્સ છે. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર કુલ મળીને 1.2 કરોડ ફોલોઅર્સ છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી દુનિયાભરમાં પોતાની ભાષણશૈલીને લઈને ખુબ લોકપ્રિય છે. 

2014ની લોકસભા ચૂંટણીમાં આ ભાષણશૈલીનો ઉપયોગ કરીને પીએમ મોદીએ દેશભરમાં 'મોદી લહેર' પેદા કરી હતી. આ મોદી લહેરના પગલે 2014માં ભાજપને 282 બેઠકો પર જીત મળી હતી. 

વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...