FATF ના ગ્રે લિસ્ટમાં જ રહેશે પાકિસ્તાન, ઇમરાન ખાને જોવા પડશે વધુ ખરાબ દિવસો

ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની પેરિસમાં થયેલી ઓનલાઇન બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવા પર ફરી મહોર લગાવી દીધી છે. ગુરૂવારે સાંજે જારી એક નિવેદનમાં એફએટીએફે જણાવ્યું કે, પાકિસ્તાની સરકાર આતંકવાદ વિરુદ્ધ 27 સૂત્રિય એજન્ડામાંથી ત્રણને પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. 

FATF ના ગ્રે લિસ્ટમાં જ રહેશે પાકિસ્તાન, ઇમરાન ખાને જોવા પડશે વધુ ખરાબ દિવસો

ઇસ્લામાબાદઃ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની પેરિસમાં થયેલી ઓનલાઇન બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં (Grey List) રાખવા પર ફરીથી મહોર લાગી છે. ગુરૂવારે સાંજે જાહેર કરાયેલા એક નિવેદનમાં એફએટીએફે જણાવ્યું કે, પાકિસ્તાન સરકાર આતંકવાદ વિરુદ્ધ 27 સૂત્રીય એજન્ડામાંથી ત્રણને પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. એફએટીએફે તે પણ કહ્યું કે, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત આતંકીઓ વિરુદ્ધ કોઈ મજબૂત કાર્યવાહી કરી નથી. 

આતંકવાદીઓ વિરુદ્ધ નથી કરી કાર્યવાહી
FATF નું કહેવું છે કે પાકિસ્તાને બધા 1267 અને 1373 નામિત આતંકવાદીઓ વિરુદ્ધ નાણાકીય પ્રતિબંધોને યોગ્ય રીતે લાગૂ કરવા જોઈએ. એફએટીએફે તે પણ કહ્યું કે, પાકિસ્તાને પોતાની રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ કમીઓ દૂર કરવા માટે પોતાની કાર્ય યોજનામાં શેષ ત્રણ બિંદુઓને લાગૂ કરવા પર કામ કરવાનું જારી રાખવું જોઈએ. 

જૂન 2021 સુધી ગ્રે લિસ્ટમાં રહેશે પાકિસ્તાન
એફએટીએફે કહ્યું કે, પાકિસ્તાનને આજ સુધી અમારી 27 કાર્યયોજનાઓમાંથી માત્ર 24ને પૂરી કરી છે. હવે તેને પૂરા કરવાની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. તેથી એએફટીએફ જૂન 2021 સુધી પાકિસ્તાનને તમામ કાર્યયોજના પૂરી કરવાની વિનંતી કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news