ચંદ્રયાન-2ને લઇને પાકિસ્તાનીઓએ કહ્યું- ભારત પાસેથી શીખવાની જરૂર

ભારતે 22 જુલાઇએ ચંદ્રયાન-2નું સફળતા પૂર્વક લોન્ચિંગ કર્યું. ચંદ્રયાન-2 તેના નિર્ધારિત સમય પર 20 ઓગસ્ટે ચંદ્ર પર પહોંચશે.

Updated By: Jul 28, 2019, 04:49 PM IST
ચંદ્રયાન-2ને લઇને પાકિસ્તાનીઓએ કહ્યું- ભારત પાસેથી શીખવાની જરૂર

નવી દિલ્હી: ચંદ્રયાન-2નું સફળતા પૂર્વક લોન્ચ કરતા પાકિસ્તાન સહિત આખી દુનિયામાં ભારત આ સિદ્ધિના વખાણ થઇ રહ્યા છે. પાકિસ્તાનના લોકો કહે છે, કે પાકિસ્તાને ભારત પાસેથી સીખ લેવાની જરૂરત છે. લાહૌરના એક યુટ્યુબર સાના અમજદે એક વીડિયોમાં એક વ્યક્તિને કહ્યું કે, ‘ભારતનું આ એક સારુ પગલુ છે, ટેક્નોલોજી બાબતે તે હંમેશા આગળ છે. પાકિસ્તાને તેમની પાસેથી શીખ લેવી જોઇએ.’ 

ભારતે 22 જુલાઇએ ચંદ્રયાન-2નું સફળતા પૂર્વક લોન્ચિંગ કર્યું. ચંદ્રયાન-2 તેના નિર્ધારિત સમય પર 20 ઓગસ્ટે ચંદ્ર પર પહોંચશે. આ વીડિયોમાં એક અન્ય વ્યક્તિએ કહ્યું-‘ અમે તેની સરાહના કરીએ છીએ, આપણે ભારત પાસેથી શીખ લઇને એ નિર્ણય કરવો જોઇએ કે આપણે શું કરવું જોઇએ.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

મહત્વનું છે, કે અમુક લોકોએ કહ્યું કે, વિજ્ઞાન અને ટેક્નોલોજીની અને ભારતની પ્રગતિએ પાકિસ્તાનના લોકોમાં એક ખતરનાક મુદ્દો ઉભો કર્યો છે. માટે પાકિસ્તાને વિજ્ઞાન અને ટેક્નોલોજી પર વિચાર કરવો જોઇએ. બીજી બાજુ અમેરિકા અને જર્મની સહિત દેશોએ ભારતની અંતરીક્ષ એંજન્સીની આ સફળતાનું સ્વાગત કર્યું હતું.