PM મોદીને આજે મળશે UAEનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ક્રાઉન પ્રિન્સ સાથે થશે દ્વિપક્ષીય વાર્તા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મોડી રાતે ફ્રાન્સથી અબુધાબી પહોંચ્યા હતાં. અહીં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પોતાના પ્રવાસ બાદ શુક્રવારે પેરિસથી અબુધાબી પહોંચ્યા હતાં.

PM મોદીને આજે મળશે UAEનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ક્રાઉન પ્રિન્સ સાથે થશે દ્વિપક્ષીય વાર્તા

અબુધાબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મોડી રાતે ફ્રાન્સથી અબુધાબી પહોંચ્યા હતાં. અહીં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પોતાના પ્રવાસ બાદ શુક્રવારે પેરિસથી અબુધાબી પહોંચ્યા હતાં. સંયુક્ત આરબ અમીરાતના પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અબુધાબીના ક્રાઉન પ્રિન્સ, શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે પરસ્પર હિતોના દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મામલાઓ પર ચર્ચા કરશે. 

તેઓ વિદેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનના નેટવર્કનો વિસ્તાર કરવા માટે ઔપચારિક રીતે રૂપે કાર્ડ પણ લોન્ચ કરશે. આ મુસાફરી દરમિયાન તેઓ યુએઈ સરકાર દ્વારા અપાનારા સર્વોચ્ચ નાગરિક 'સન્માન ઓર્ડર ઓફ ઝાયદ' પણ મેળવશે. ભારતીય સમય અનુસાર આ સન્માન તેમને આજે એટલે કે શનિવારે બપોરે 2 વાગે એનાયત કરાશે. 

— ANI (@ANI) August 23, 2019

પીએમ મોદી અબુધાબી બાદ બહેરિનનો પ્રવાસ કરશે. અહીં તેઓ સુલ્તાન શેખ હમાદ બિન ઈસા અલ ખલીફા સાથે વાત કરશે. તેઓ ખાડી ક્ષેત્રના સૌથી જુના મંદિર શ્રીનાથજી મંદિરના પુર્વવિકાસની ઔપચારિક શરૂઆત સમયે ઉપસ્થિત રહેશે. 

જુઓ LIVE TV

કાશ્મીર મામલા બાદ બહેરિનનો પ્રવાસ મહત્વનો
બહેરિનના કિંગ હમાદ બિન ઈસા અલ ખલીફા દ્વારા જમ્મુ કાશ્મીર મુદ્દ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને નજરઅંદાજ કરાયાના થોડા દિવસો બાદ પ્રમુખ ઈસ્લામિક દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેજબાની શનિવારે કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા પર ચર્ચા કરશે. ભારતીય વડાપ્રધાનનો આ પહેલો બેહરીન પ્રવાસ હશે અને તેનું મહત્વ એટલા માટે પણ વધી ગયુ છે કારણ કે આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે પાકિસ્તાન નિરાશામાં મુસ્લિમ દેશોનું સમર્થન મેળવવાની કોશિશ કરી રહ્યું છે. ભારત દ્વારા જમ્મુ અને કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને ખતમ કરાયા બાદ પાકિસ્તાન સમર્થન ભેગુ કરવામાં લાગ્યું છે. ભારતે આ મહિનાની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધુ હતું. 

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના પ્રયત્ન હેઠળ બહેરીનના રાજાને ભારતના જમ્મુ કાશ્મીર પરના પગલાં પર ફરિયાદ કરવાનું આહ્વાન કર્યું હતું. જો કે કિંગ હમદ ભારતની આલોચના કરવાથી દૂર રહ્યાં અને તેમણે ખાનને કહ્યું કે બહેરીન કાશ્મીરના હાલાત પર નજર રાખી રહ્યું છે અને તમામ મુદ્દા વાતચીતથી ઉકેલાવા જોઈએ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news