હોંગકોંગમાં સતત વિરોધ પ્રદર્શન, એક લાખથી વધુ લોકો રસ્તાઓ પર ઉતર્યા, ટ્રમ્પે ચીનને આપી ધમકી

ચીનની ગંભીર ચેતવણીઓને ઘોળીને પી જઈ એક લાખથી વધુ લોકોએ રવિવારે અહીં લોકતંત્રના સમર્થનમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો. પ્રદર્શનકારીઓ કાળા કપડાં પહેરીને આવ્યાં હતાં. 

હોંગકોંગમાં સતત વિરોધ પ્રદર્શન, એક લાખથી વધુ લોકો રસ્તાઓ પર ઉતર્યા, ટ્રમ્પે ચીનને આપી ધમકી

હોંગકોંગ: ચીનની ગંભીર ચેતવણીઓને ઘોળીને પી જઈ એક લાખથી વધુ લોકોએ રવિવારે અહીં લોકતંત્રના સમર્થનમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો. પ્રદર્શનકારીઓ કાળા કપડાં પહેરીને આવ્યાં હતાં. 

વરસાદ હોવા છતાં વિક્ટોરિયા પાર્ક દેખાવકારોથી ભરાઈ ગયું હતું અને ત્યારબાદ પણ લોકો સતત આવી રહ્યાં હતાં અને પાર્કની બહારનો વિસ્તાર પણ પ્રદર્શનકારીઓથી ભરાઈ ગયો હતો. આ વિરોધ પ્રદર્શન એક પ્રત્યાર્પણ બિલ વિરુદ્ધ શરૂ થયું છે. જેને હોંગકોંગની સરકારે હાલ તો અધ્ધર ચઢાવી દીધુ છે. રેલીમાં સામેલ થવા આવનારા લોકોથી સબવે રેલવે સ્ટેશન ભરાઈ ગયું હતું ત્યારબાદ તેને બંધ કરી દેવું પડ્યું. 

મંજૂરી ન મળવા છતાં પણ પહોંચ્યા પ્રદર્શનકારીઓ
પ્રશાસને જો કે આયોજક સિવિલ હ્યુમન રાઈટ્સ ફ્રન્ટને માર્ચ  કાઢવાની મંજૂરી આપી નહતી. પરંતુ પાર્કમાં એટલી મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જમા થઈ ગયા કે ત્યાંના રસ્તાઓ પણ લોકોથી ભરાઈ ગયા હતાં. પોલીસે જો કે વિક્ટોરિયા પાર્કમાં પ્રદર્શનની મંજૂરી આપેલી હતી. 

વોંગ નામના એક પ્રદર્શનકારીએ કહ્યું કે અમે બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ કરી રહ્યાં છીએ. પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી. અમે બસ વારંવાર પ્રદર્શન કરી રહ્યાં છીએ. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે છેલ્લા 10 સપ્તાહ દરમિયાન સંઘર્ષ થયો છે. અને સુરક્ષા દળોએ ટીયર ગેસના સેલ અને રબરની ગોળીઓ છોડેલી હતી પરંતુ વીકએન્ડની રેલીઓ શાંતિપૂર્ણ રહી. 

જુઓ LIVE TV

ચીને વિરોધ પ્રદર્શનને આતંકી ગતિવિધિ જાહેર કરી 
ચીને જોકે આ વિરોધ પ્રદર્શનને આતંકી ગતિવિધિ જાહેર કર્યું છે. તેણે શેનઝેનની પાસે સુરક્ષાદળોની તહેનાતી વધારી છે. ગત સપ્તાહે પ્રદર્શનકારીઓએ એરપોર્ટ પર કબ્જો જમાવ્યો હતો જેના કારણે સેંકડો ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. આ ઘટનાક્રમે એશિયાના એક પ્રમુખ નાણાકીય કેન્દ્રને સંકટમાં નાખ્યું છે. અનેક વ્યાપારીક પ્રતિષ્ઠાન હિંસાની બીકે રવિવારે બંધ રહ્યાં. 

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના જણાવ્યાં મુજબ હોંગકોંગ સરકારના પ્રત્યાર્પણ બિલને લઈને જૂનમાં વિરોધ પ્રદર્શન ભડકી ગયું હતું. પ્રશાસને ડ્રાફ્ટ બિલને 15 જૂને પાછુ ખેંચી લીધુ અને શહેરના નેતા  કેરી લેમે ત્યારબાદ તેને રદ  જાહેર કરી દીધુ. ત્યારથી દેખાવકારો આ મુદ્દે રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. 

ટ્રમ્પે આપી ધમકી
પ્રદર્શનને ધ્યાનમાં લેતા ચીને હોંગકોંગ બોર્ડર પર સૈન્ય ગતિવિધિઓ તેજ કરી છે. ચીનની આ હરકત પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક આપત્તિ જતાવી છે. ટ્રમ્પે ચીનને ધમકી પણ આપી છે કે જો પ્રદર્શનકારીઓ પર તિયાનમેન સ્કવેર જેવી કાર્યવાહી થઈ તો બંને દેશોની વેપાર વાર્તાને મોટું નુકસાન થશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news