રશિયામાં કોરોનાના વિકરાળ સ્વરૂપથી સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત, એક દિવસમાં 10 હજાર નવા કેસ

કોરોના વાયરસ ચીન, અમેરિકી, સ્પેન, ઇટાલીની સ્થિતી ખરાબ કર્યા બાદ રશિયાને ટાર્ગેટ બનાવી રહ્યા છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં એટલે કે રવિવારથી અત્યાર સુધીમાં સૌથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે. 

રશિયામાં કોરોનાના વિકરાળ સ્વરૂપથી સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત, એક દિવસમાં 10 હજાર નવા કેસ

મોસ્કો : કોરોના વાયરસ ચીન, અમેરિકી, સ્પેન, ઇટાલીની સ્થિતી ખરાબ કર્યા બાદ રશિયાને ટાર્ગેટ બનાવી રહ્યા છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં એટલે કે રવિવારથી અત્યાર સુધીમાં સૌથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે. એક દિવસમાં 10633 કોરોના કેસ સામે આવ્યા છે. આ રશિયામાં કોરોના દર્દીઓની સંખ્યાનો રેકોર્ડ છે. આ સાથે જ રશિયામાં હવે કોરોના વાયરસનાં કુલ 1,34,687 કોરોના દર્દી થઇ ચુક્યા છે. કોરોના દર્દીઓના સંક્રમણના મુદ્દે રશિયા દુનિયામાં સાતમા નંબર પર છે. 

Ramayan મુદ્દે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કર્યું ટ્વીટ, કરી મોટી વાત
રશિયામાં 1280 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે અમેરિકા, સ્પેન, ઇટાલી જેવા દેશોની તુલનામાં રશિયા બિમાર લોકોની તુલનામાં મરનારાઓની સંખ્યા ખુબ જ ઓછી છે. જો કે રવિવારે રશિયામાં 58 લોકોનાં મોત કોરોના વાયરસના કારણે થયા છે. રશિયાની રાજધાની મોસ્કોની સ્થિતી સૌથી વધારે ખરાબ છે. અહીં સૌથી વધારે કોરોના વાયરસનાં દર્દીઓ છે. અહીની મેડિકલ સિસ્ટમ ખુબ જ સંઘર્ષ કરી રહી છે. મોસ્કોમા રોજ 1700 લોકો દાખલ થઇ રહ્યા છે. 

મોસ્કોનાં મેયર સર્ગેઇ સોબ્યાનિને શનિવારે કહ્યું હતું કે, નાગરિકોએ વધારેમાં વધારે સતર્ક રહેવાની જરૂર છે. જેથી કોરોના વાયરસથી બચી શકાય. અહીં કોરોનાને કારણે મરનારાઓની સંખ્યા ઓછી છે. જો કે સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. મેયર સગ્રેઇએ કહ્યું કે, રાજધાનીમાં 2 ટકા એટલે કે આશરે 2.50 લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. મોસ્કોમાં રવિવારે 5948 કોરોના દર્દીઓ સામે આવ્યા. જેના કારણે શહેરમાં કુલ દર્દીઓની સંખ્યા 68,606 થઇ ગઇ. 

ભારત જીતશે Coronavirus સામે જંગ: 3 રસીને મળી દેશમાં ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી
મોસ્કોમાં કડકાઇથી લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યુ છે. આ શહેરમાં આશરે 1.20 કરોડ લોકો પોત પોતાનાં ઘરમાં પુરાયેલા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાનાં લોકોને ચેતવી આપી છે કે મહામારી સૌથી ખરાબ સમય હાલ બાકી છે. એટલા માટે સુરક્ષીત રહ્યા. આ અઠવાડીયે રશિયાનાં વડાપ્રધાન મિખાઇલ મિશુસ્તિન કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. ત્યાર બાદ શુક્રવારે બીજા વરિષ્ઠ મંત્રી વ્લાદિમીર યાકુશેવ પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો.

રશિયામાં સતત કોરોના વાયરસનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. રશિયન સરકારે દેશમાં કોરોના ટેસ્ટ કરાવવાની સંખ્યા વધીને 40 હજાર પ્રતિદિવસ કરી દેવાઇ છે. જે લોકો કોરોના સંક્રમિતો સામે આવી રહ્યા છે, તેમાં લક્ષણ નથી દેખાઇ રહ્યા. આ એક ખુબ જ મોટો પડકાર છે. વ્લાદિમીર પુતિને પણ સ્વિકાર્યું કે તેમનાં દેશમાં પ્રોટેક્ટિવ કિટ ખુબ જ ઓછા પ્રમાણમાં છે. થોડા દિવસો પહેલા પુતિન પોતે મોસ્કોની એક હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે પીળા કલરની પ્રોટેક્ટિવ કિટ પહેરેલી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news