Love Bite: છોકરીએ એટલું ભયંકર લવ બાઈટ કર્યું કે બોયફ્રેન્ડનો જીવ ગયો, જાણો લવ બાઈટ કેમ જોખમી?

Love Bite Risk: શું તમે ક્યારેય તમારા પાર્ટનર સાથે રોમાન્સ વખતે લવ બાઈટ કરવાનું પસંદ કરો છો? જો હા તો પછી આ ઘટના તમારે જાણવી ખુબ જરૂરી છે. વાત જાણે એમ છે કે લોકો પોતાના પાર્ટનરને લવ  બાઈટ કરીને પોતાના પ્રેમ પ્રદર્શિત કરવાનો હવે નવો ઉપાય અજમાવતા હોય છે. મોટાભાગે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ વચ્ચે આવું જોવા મળતું હોય છે. જો કે પતિ પત્નીમાં પણ લવ બાઈટના કિસ્સા જોવા મળતા હોય છે.

Love Bite: છોકરીએ એટલું ભયંકર લવ બાઈટ કર્યું કે બોયફ્રેન્ડનો જીવ ગયો, જાણો લવ બાઈટ કેમ જોખમી?

Love Bite Risk: શું તમે ક્યારેય તમારા પાર્ટનર સાથે રોમાન્સ વખતે લવ બાઈટ કરવાનું પસંદ કરો છો? જો હા તો પછી આ ઘટના તમારે જાણવી ખુબ જરૂરી છે. વાત જાણે એમ છે કે લોકો પોતાના પાર્ટનરને લવ  બાઈટ કરીને પોતાના પ્રેમ પ્રદર્શિત કરવાનો હવે નવો ઉપાય અજમાવતા હોય છે. મોટાભાગે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ વચ્ચે આવું જોવા મળતું હોય છે. જો કે પતિ પત્નીમાં પણ લવ બાઈટના કિસ્સા જોવા મળતા હોય છે. આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવીશું કે જાણીને તમે ચોંકી જશો. 

લવ બાઈટથી ગયો જીવ
શું તમે ક્યારેય વિચારી પણ શકો કે લવ બાઈટના કારણે કોઈનો જીવ જઈ શકે છે? જો નહીં તો ચાલો આ એક ઘટના વિશે અમે તમને જણાવીએ. થોડા વર્ષો પહેલા એક વ્યક્તિનું આ કારણે જ મોત થઈ ગયું. કારણ કે તેની ગર્લફ્રેન્ડે તેને જોરદાર લવ બાઈટ આપી દીધુ. આ સાંભળીને તમે ચોક્કસપણે ચોંકી ગયા હશો. હકીકતમાં આ મામલો મેક્સિકોનો છે. જ્યારે એક વ્યક્તિએ લવબાઈટના કારણે જીવ ગુમાવ્યો. યુવકને લવ બાઈટના કારણે સ્ટ્રોક આવ્યો હતો. ગર્લફ્રેન્ડે વધુ ભાર આપીને લવ બાઈટ કરતા છોકરાના બ્લડમાં ક્લોટ બની ગયું અને પછી તે ક્લોટ મગજ સુધી પહોંચી ગયું અને તેમાં તેનો જીવ ગયો. 

લવ બાઈટથી થઈ શકે છે અનેક નુકસાન
અત્રે જણાવવાનું કે જો  કોઈ તમારા પાર્ટનરની સેન્સિટિવ જગ્યાને ચૂસે છે કે પછી બચકું ભરે છે તો સ્કિનની બ્લડ વેસલ્સ ફાટી જાય છે. આ કારણ છે કે લવ બાઈટવાળી જગ્યાએ લાલ નિશાન થઈ જાય છે. આ જ કારણ બન્યું કે છોકરાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો. એવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં લવ બાઈટના કારણે અનેક લોકોના જીવ સુદ્ધા ગયા છે. 

લવ બાઈટના સાઈડ ઈફેક્ટની વાત કરીએ તો સ્કિન પર તે લાંબા સમય સુધી ઘાના નિશાન બનીને રહી શકે છે. કોઈ સ્કિનની બીમારી થઈ શકે છે. જો કોઈને સ્કિન સંબંધિત સંક્રમિત રોગ હોય તો પાર્ટનરને પણ થઈ શકે છે. કેટલાક લોકોમાં આયર્નની કમીના કારણે બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા થઈ શકે છે. આવામાં લવ બાઈટથી તે પરેશાનીમાં આવી શકે છે. એટલું જ નહીં ચામડીના રોગ સંક્રમણની સમસ્યા પણ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news