મહિલાના કાનમાં દુ:ખાવો થતા હોસ્પિટલ પહોંચી, તપાસમાં જે નીકળ્યું...Video જોઈ રૂવાડાં ઊભા થઈ જશે
Inside Womans Ear: કાન આપણા શરીરના અત્યંત સંવેદનશીલ અંગોમાંથી એક ગણાય છે. કાનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી કે દુખાવા જેવી સમસ્યા થાય ત્યારે આપણે તરત ડોક્ટર પાસે જવું જોઈએ. અનેકવાર કાન સંબંધિત ખુબ જ ચોંકાવનારા મામલા સામે આવે છે.
Trending Photos
Inside Womans Ear: કાન આપણા શરીરના અત્યંત સંવેદનશીલ અંગોમાંથી એક ગણાય છે. કાનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી કે દુખાવા જેવી સમસ્યા થાય ત્યારે આપણે તરત ડોક્ટર પાસે જવું જોઈએ. અનેકવાર કાન સંબંધિત ખુબ જ ચોંકાવનારા મામલા સામે આવે છે. આવો જ એક મામલો ચીનથી સામે આવ્યો છે જ્યાં એક મહિલાના કાનમાં દુખાવો હતો. મહિલા જ્યારે ડોક્ટર પાસે પહોંચી તો તપાસ બાદ એવી વસ્તુ સામે આવી કે મહિલાના હોશ ઉડી ગયા.
ડોક્ટરે કરી તપાસ
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ઘટના ચીનના એક શહેરની છે. અહીં રહેતી એક મહિલાને છેલ્લા કેટલાક દિવસથી કાનમાં ખુબ દુખાવો થતો હતો. અનેકવાર તેને અવાજ પણ સંભળાતો હતો. ત્યારબાદ એક દિવસ ડોક્ટ પાસે પહોંચી ગઈ અને ડોક્ટરે કાનની તપાસ કરી. તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો. ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા. તેમણે જાણ્યું કે એક મોટો કરોળિયો જાળું બનાવીને તેના આખા પરિવાર સાથે કાનમાં વસી ગયો હતો.
Doctor finds spider in woman's ear. 🕷👂 #RTJ pic.twitter.com/6uFUPP0sJc
— Ricki-Lee, Tim & Joel (@rickileetimjoel) April 28, 2023
કાનમાં મોટું જાળું જોવા મળ્યું
એક ડોક્ટરે જ્યારે મહિલાને આ અંગે જણાવ્યું તો મહિલા પહેલા તો ડરી ગઈ. પરંતુ જ્યારે ડોક્ટરે કહ્યું કે તેને સફળતાપૂર્વક હટાવવામાં આવશે તો મહિલા એમ કરવા માટે તૈયાર થઈ ગઈ. મળતી માહિતી મુજબ મહિલાના કાનમાં મોટું જાળું જોવા મળી રહ્યું હતું જેને ડોક્ટરોએ પહેલા તો ઈયરડ્રમ સમજી લીધુ. જ્યારે તેને નજીકથી જોયું તો તેમાં કઈક ચાલતું જોવા મળ્યું.
ડોક્ટરોએ જેવું એ જાળું તોડીને સાઈડમાં કર્યું તો એક સ્પાઈડર વેબ એટલે કે માદા કરોળિયો ત્યાંથી નીકળ્યો જે ત્યાંથી અંદર ભાગવા માંગતી હતી પરંતુ તેને જેમતેમ કરીને બહાર કાઢવામાં આવી. ડોક્ટરનું કહેવું હતું કે આ માદા સ્પાઈડર અંદર બાળક પેદા કરવાની તૈયારી કરી ચૂકી હતી. હાલ સ્પાઈડરને પરિવાર સહિત જાળા સાથે બહાર કાઢવામાં આવ્યું છે. સારી વાત એ હતી કે મહિલાના કાનમાં કોઈ ઈન્ફેક્શન નહતું. તેને દવા આપીને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે