6 વર્ષના બાળકે અલ્લાહ-અલ્લાહ બૂમો પાડતા ટીચરના પેટમાં ફાળ પડી, અને પછી.......

અમેરિકામાં એક શાળામાં ડાઉન સિન્ડ્રોમ બીમારીથી પીડાતા છ વર્ષના બાળકે કક્ષામાં વારંવાર અલ્લાહ અને બૂમ શબ્દોનો ઉચ્ચાર કરતા મોટો હોબાળો મચી ગયો. 

  • ટેક્સાસના હ્યુસ્ટનથી લગભગ 20 માઈલ દૂર પીરલેન્ડ સ્થિત પ્રાથમિક શાળાની ઘટના.
  • મોહમ્મદ સુલેમાન ડાઉન સિન્ડ્રોમ બીમારીથી પીડિત છે.
  • પીરલેન્ડ પોલીસના જણાવ્યાં મુજબ તેમણે  તપાસ પૂરી કરી લીધી છે. 

Trending Photos

6 વર્ષના બાળકે અલ્લાહ-અલ્લાહ બૂમો પાડતા ટીચરના પેટમાં ફાળ પડી, અને પછી.......

હ્યુસ્ટન: અમેરિકામાં એક શાળામાં ડાઉન સિન્ડ્રોમ બીમારીથી પીડાતા છ વર્ષના બાળકે કક્ષામાં વારંવાર અલ્લાહ અને બૂમ શબ્દોનો ઉચ્ચાર કરતા મોટો હોબાળો મચી ગયો. શિક્ષકે તેને આતંકવાદી સમજી લીધો અને પોલીસ બોલાવી લીધી. મોહમ્મદ સુલેમાન નામના આ બાળકના પિતાના કહેવા મુજબ પુત્ર જન્મજાત 'ડાઉન સિન્ડ્રોમ' બીમારીથી પીડાય છે અને તે માનસિક સમસ્યાઓનો  શિકાર છે. મીડિયામાં રવિવાર 3 ડિસેમ્બરના રોજ આવેલા અહેવાલ મુજબ બાળકના પિતાએ કહ્યું કે ટેક્સાસના હ્યુસ્ટનથી લગભગ 20 મીલ દૂર પીરલેન્ડ સ્થિત પ્રાથમિક સ્કૂલમાં શિક્ષકે તેમના પુત્ર માટે પોલીસ બોલાવી લીધી હતી. 

શાળાએ અધિકારીને જણાવ્યું કે મોહમ્મદ બોલી શકે છે. ઈન્ડિપેન્ડેન્ટના અહેવાલ મુજબ મોહમ્મદના પિતાએ આરોપોને નકારતા કહ્યું કે તેમનો પુત્ર બિલકુલ બોલતો નથી અને તેને માનસિક સમસ્યા છે. બાળકના પિતાએ કહ્યું કે તેઓનો દાવો છે કે મારો પુત્ર આતંકવાદી છે. જે બેવકૂફી છે. અસલમાં આ ભેદભાવ છે. 100 ટકા ભેદભાવ છે. 

પીરલેન્ડ પોલીસે કહ્યું કે તેમણે તપાસ પૂરી કરી લીધી છે અને તેમને આગળ કોઈ કાર્યવાહીની જરૂર લાગતી નથી. જો કે વિસ્તારના બાળ સુરક્ષા વિભાગે જણાવ્યું છે કે તેમની તપાસ હજુ ચાલુ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news