1 લાખ રૂપિયાની નોટ બહાર પાડવાની તૈયારીમાં આ દેશ, આવી ત્રણ નોટથી મળશે 1 કિલો ચોખા

ક્યારેક તેલની મદદથી ખુબ સંપન્ન દેખાનાર દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં હવે લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો છે. આ દેશની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.અહીં મોંઘવારીની સ્થિતિ એ છે કે લોકો બેગ અને કોથળામાં નોટો ભરીને લઈ જાય છે અને હાથમાં નાની પોલીથીનમાં ઘરનો સામાન ખરીદીને લાવે છે. 

Updated By: Oct 7, 2020, 08:17 PM IST
1 લાખ રૂપિયાની નોટ બહાર પાડવાની તૈયારીમાં આ દેશ, આવી ત્રણ નોટથી મળશે 1 કિલો ચોખા

કારાકસઃ ક્યારેક તેલની મદદથી ખુબ સંપન્ન દેખાનાર દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં હવે લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો છે. આ દેશની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.અહીં મોંઘવારીની સ્થિતિ એ છે કે લોકો બેગ અને કોથળામાં નોટો ભરીને લઈ જાય છે અને હાથમાં નાની પોલીથીનમાં ઘરનો સામાન ખરીદીને લાવે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર નોટના આટલા મોટા અવમૂલ્યનને કારણે આ દેશ હવે મોટા મૂલ્ય વાળી નોટો છાપવાની યોજના બનાવી રહ્યો છે. 

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, વેનેઝુએલાની સરકાર હવે 1 લાખ બોલિવર (ત્યાંનો રૂપિયો)ની નોટ છાપવા જઈ રહી છે. આ માટે ઇટાલીની એક ફર્મથી 71 ટન સિક્યોરિટી પેપરની આયાત કરવામાં આવી છે. આ ફર્મની માલિકી ઇટાલીની કંપની બેન કેપિટલ્સની પાસે છે, જે દુનિયાના ઘણા દેશોમાં સિક્યોરિટી પેપરની નિકાસ કરે છે. કસ્ટમના રિપોર્ટમાં સિક્યોરિટી પેપર મગાવવાની વાતનો ખુલાસો થયો છે. 

1 લાખની નોટમાં આવશે અડધો કિલો ચોખા
વેનેઝુએલામાં જો 1 લાખ બોલિવરની નોટ છાપવામાં આવે તો તે સૌથી મોટા મૂલ્યવર્ગની નોટ બની જશે. પરંતુ તેની કિંમત ત્યારે પણ 0.23 યૂએસ ડોલર રહેશે. લોકો આટલા રૂપમાં માત્ર બે કિલો બટેટા કે અડધો કિલો ચોખા ખરીદી શકશે. ત્યાંની સરકાર લોકોની સુવિધા માટે મોટા મૂલ્યવર્ગની નોટો છાપવાની યોજના બનાવી રહી છે. જેથી સામાન્ય લોકો મોટી સંખ્યામાં રોકડ લઈને જવાથી બચશે. 

ચીને આપ્યો 'દોસ્ત' બાંગ્લાદેશને મોટો ઝટકો, પોતાની કોરોના વેક્સિનની ટ્રાયલ માટે માગ્યા પૈસા  

સતત સાતમાં વર્ષે મંદીની ઝપેટમાં અર્થવ્યવસ્થા
કોરોના વાયરસ લોકડાઉન અને તેલથી મળનારા પૈસા પૂરા થવાથી વેનેઝુએલાની અર્થવ્યવસ્થા સતત સાતમાં વર્ષે મંદીમાં છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વર્ષના અંત સુધી દેશની અર્થવ્યવસ્થા 20 ટકા ઘટી જશે. ભ્રષ્ટાચારને કારણે આ દેશની અર્થવ્યવસ્થા વધુ ખરાબ થઈ રહી છે. આ સમયે વેનેઝુએલામાં ભ્રષ્ટાચાર એટલો વધુ છે કે તમારે પગે ચાલવા માટે પણ લાંચ આપવી પડે છે.

સતત નબળી પડી રહી છે વેનેઝુએલાની અર્થવ્યવસ્થા
વેનેઝુએલાની અર્થવ્યવસ્થાની સ્થિતિ હવે તેવી થઈ ગઈ છે કે દેશે સોનુ વેચીને સામાન ખરીદવો પડી રહ્યો છે. વેનેઝુએલામાં લાખો લોકો ભૂખ્યા પેટે સુવે છે. કારણ કે તેની પાસે ખાવા માટે ભોજન નથી. એક રિપોર્ટ અનુસાર વેનેઝુએલામાં લગભગ 700,000 લોકો એવા છે જેની પાસે બે સમય ભોજન ખરીદવાના પૈસા નથી. યૂનાઇટેડ નેશન ફૂડ પ્રોગ્રામ એજન્સીએ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે વેનેઝુએલાના દર ત્રણમાંથી એક વ્યક્તિની પાસે ખાવા માટે ભોજન નથી. વર્તમાન સમયમાં કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube